• Home
  • News
  • મુશ્કેલીમાં વધારો:અનિલ અંબાણી સામે રૂ. 1200 કરોડની લોનના મામલે દેવાળિયા પ્રક્રિયા શરુ કરવા NCLTએ આપી મંજુરી
post

રિલાયન્સ કોમ્યુનિકેશન માટે SBIમાંથી પર્સનલ ગેરેંટી ઉપર લોન લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 11:05:22

મોટો ભાઈ મુકેશ અંબાણી ભાઈ તેની સતત વધતી નેટવર્થ અને પ્રગતિના કારણે સતત સમાચારોમાં રહે છે જયારે નાનો ભાઈ અનિલ અંબાણી દેવાળિયો થઇ જતા તેની સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીને કારણે ચર્ચામાં રહે છે. આજે 21 ઓગસ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLT)ની મુંબઈ બેન્ચે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણી સામે દેવાળિયા પ્રક્રિયા શરુ કરવા માટે મંજુરી આપી હતી. અનિલે રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ) અને રિલાયન્સ ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (RTIL) માટે પર્સનલ ગેરેંટી ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસેથી રૂ. 1200 કરોડની લોન લીધી હતી.

SBI2016માં ક્રેડિટ ગેરેંટી આપી હતી
સ્ટેટ બેન્કે ADAG ગ્રુપને 2016માં ક્રેડિટ ગેરેંટીની સગવડતા આપી હતી. આ હેઠળ અનિલ અંબાણીએ SBI પાસેથી રૂ. 565 કરોડ અને રૂ. 635 કરોડની લોન લીધી હતી. સપ્ટેમ્બર 2016માં અનિલે આ લોન માટે પર્સનલ ગેરેંટી આપી હતી. ત્યારબાદ 2017માં આરકોમ અને RTILના લોન એકાઉન્ટ ડિફોલ્ટ થઇ ગયા હતા.

જાન્યુઆરી 2017માં રિપેમેન્ટ કરવામાં નિષ્ફળ
જાન્યુઆરી 2018માં SBIએ અનિલ અંબાણીની પર્સનલ ગેરંટી રદ કરી હતી. NCLTએ નોંધ્યું છે કે આરકોમ અને રિલાયન્સ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જાન્યુઆરી 2017 સુધી રિપેમેન્ટ કરવામાં નિષ્ફળ ગઈ છે. આ બંને એકાઉન્ટ્સને પછીથી 26 ઓગસ્ટ 2016થી નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) તરીકે જાહેર કરવામાં આવ્યા. આ પ્રક્રિયા લોન કરાર પૂર્ણ થયા પહેલા કરવામાં આવી હતી.

સમાધાન યોજના સંદર્ભે સુનાવણી થશે
અનિલ અંબાણીની માલિકીની કંપનીઓના રિઝોલ્યુશન પ્લાન પર પણ આજે NCLTની મુંબઈ બેન્ચમાં સુનાવણી થવાની છે. રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ), રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ માટે કમિટી ઓફ ક્રેડિટરે (COC) કુલ રૂ. 23 હજાર કરોડની સમાધાન યોજના તૈયાર કરી છે. જેમાં ચીનની બેંકોને લગભગ રૂ. 7 હજાર કરોડ, અન્ય વિદેશી ક્રેડિટર્સને રૂ. 2300 કરોડ અને SBI-ઇન્ડિયન બેંકને રૂ. 13 હજાર કરોડ આપવાનો પ્રસ્તાવ છે.

અમદાવાદ NCLTમાં પણ કેસ ચાલુ છે
અનિલ અંબાણીની વધુ એક કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જીનીયરીંગ સામે NCLT અમદાવાદમાં કેસ ચાલી રહ્યો છે. ટ્રિબ્યુનલ તેની સામે બેન્ક્ર્પસીની કાર્યવાહી કરવાની મંજુરી પણ આપી છે. ફાઇનાન્સિયલ ક્રેડિટર્સ દ્વારા કંપની પર રૂ. 43,587 કરોડનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, રિઝોલ્યૂશન પ્રોફેશનલે અત્યાર સુધીમાં રૂ. 10,878 કરોડના પ્લાનને જ મંજુરી આપી છે બાકીના દાવા પેન્ડિંગ છે.

યસ બેન્કે ADAGની ઓફિસ કબજે કરી છે
આ વર્ષે જુલાઈમાં યસ બેન્કે ADAGના સાંતાક્રુઝમાં આવેલા હેડકવાર્ટર રિલાયન્સ સેન્ટરને કબજે કર્યું છે. ગ્રુપ ઉપર યસ બેન્કની કુલ રૂ. 12,000 કરોડ લોન બાકી છે અને તાજેતરમાં બાકી નીકળતા રૂ. 2892 કરોડની ચુકવણી ન કરી શકતા બેન્કે રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (SARFESI) હેઠળ કંપનીની એસેટ્સ પર કબજો કર્યો છે.

અનિલ અંબાણીએ કંપનીને દેવામુક્ત કરવા દાવો કર્યો હતો
આ વર્ષે 23 જુને અનિલ અંબાણીએ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આ નાણાકીય વર્ષમાં દેવામાંથી સંપૂર્ણ મુક્ત કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ. 6,000 કરોડનું દેવું છે. 2018માં ગ્રુપે પોતાનો મુંબઈનો એનર્જી બિઝનેસ અદાણી ટ્રાન્સમિશનને રૂ. 18,800 કરોડમાં વેચ્યો હતો. આ વેચાણથી ગ્રુપના કુલ દેવામાંથી રૂ. 7,500 કરોડનું દેવું ઓછુ થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post