• Home
  • News
  • ભારત સાથે 25 વર્ષના વીજળી કરારની તૈયારીમાં નેપાળ:PM પ્રચંડ આ મહિનામાં દિલ્હીની મુલાકાતે આવી શકે છે, સત્તાવાર તારીખની જાહેરાત બાકી
post

હાલમાં નેપાળને ભારતના વીજળી બજારમાં 10 હાઇડ્રોપ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત 452.6 મેગાવોટ વીજળી વેચવાની મંજૂરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 19:47:43

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની દિલ્હીની સંભવિત મુલાકાત દરમિયાન વીજળી વેચવા માટે ભારત સાથે 25 વર્ષનો કરાર થઈ શકે છે. જોકે, પ્રચંડની ભારત મુલાકાતની સત્તાવાર તારીખની જાહેરાત હજી નથી થઈ. 'કાઠમાંડુ પોસ્ટ'એ નેપાળના અધિકારીઓને ટાંકીને રવિવારે જણાવ્યું કે, વડાપ્રધાન એપ્રિલના બીજા સપ્તાહ પછી દિલ્હીની મુલાકાતે જઈ શકે છે.

નેપાળના ઊર્જા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમે ભારત માટે 25 વર્ષના કરારને લઈ એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છે, પરંતુ આ પ્રસ્તાવ પર ભારત સંમત છે કે નહીં, તેના પર પણ ઘણું નિર્ભર રહેશે. મંત્રાલયના સચિવ દિનેશ ઘિમિરે જણાવ્યું કે, તેને લઈ ચર્ચા ચાલી રહી હતી પરંતુ વડાપ્રધાનની મુલાકાત પહેલાં તેને વિદેશ મંત્રાલયને એજેન્ડા બનાવવા માટે નથી મોકલાયો.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારના કરાર પર ત્યારે જ હસ્તાક્ષણ કરી શકાય છે, જ્યારે પ્રચંડના નવી દિલ્હી પહોંચતા પહેલાં ભારતીય પક્ષ અમલદારશાહી સ્તરે તેમની સંમતિ આપે. ફેબ્રુઆરીના અંતમાં ભારતમાં ઊર્જા સહયોગ પર સંચાલન સમિતિ (JSC)ની 10મી સચિવ સ્તરની બેઠક દરમિયાન નેપાળે આ પ્રકારની ડીલ પર પ્રસ્તાવ રાખ્યો હતો.

માઉન્ટ આબુમાં થઈ હતી JSCની બેઠક
નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (NEA)ના ઇલેક્ટ્રિસિટી બિઝનેસના ડિરેક્ટર પ્રબલ અધિકારીએ જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નેપાળ એક પ્રસ્તાવ રજૂ કરશે, જેની ભારત તપાસ કરશે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ફેબ્રુઆરીમાં જેએસસીની બેઠકમાં નેપાળ અને ભારતે ઢાલકેબાર-મુઝફ્ફરપુર ટ્રાન્સમિશન લાઇન દ્વારા વીજ આયાત અને નિકાસ ક્ષમતા 600 મેગાવોટથી 800 મેગાવોટ સુધી વધારવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ટનકપુર-મહેન્દ્રનગરથી 70થી 80 મેગાવોટ વીજળીની આયાત-નિકાસ માટે 132 કેવી પાવર ટ્રાન્સમિશનના કરાર પણ બંને દેશો વચ્ચે થયા હતા. તેની સાથે વરસાદ દરમિયાન નેપાળથી બિહાર સુધી વીજળી પહોંચાડવા માટે જરૂરી તંત્ર સ્થાપિત કરવા માટે પણ સંમતી સધાઈ હતી.

452 મેગાવોટ વીજળી વેચવાની મંજૂરી
હાલમાં નેપાળને ભારતના વીજળી બજારમાં 10 હાઇડ્રોપ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત 452.6 મેગાવોટ વીજળી વેચવાની મંજૂરી છે. વીજળી નિકાસ કરવા માટે નેપાળ ભારતીય અધિકારીઓ પાસેથી વધુ પ્રોજેક્ટની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્તમાનમાં ભારત એ પ્રોજેક્ટ્સ પાસેથી વીજળી ખરીદવાની ના પાડી રહ્યું છે, જેમાં ચીનનું રોકાણ અથવા કોન્ટ્રાક્ટર સામેલ છે. નેપાળ ઉનાળાની ઋતુમાં વધારાની ઊર્જા ઉત્પાદન કરે છે, જ્યારે શિયાળામાં તેને ભારત પાસેથી વીજળી ખરીદવી પડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post