• Home
  • News
  • કંગાળ પાકિસ્તાનને પડી રહ્યા છે આર્થિક રીતે ડફણાં, હવે રોટલી ખાવાનાં પણ ફાંફા
post

48 હજાર મેટ્રિક ટન ઘઉં વિદેશ મોકલવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 11:05:17

પહેલાથી બદતર આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે લોટની ઉણપનો સામનો કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનનાં અનેક રાજ્યોમાં લોકોને રોટલીઓ નથી મળી રહી. જો કે પ્રશાસનનો દાવો છે કે લોટ અને ઘઉંની ઉણપ નથી અને જાણી જોઇને સંકટ પેદા કરવામાં આવ્યું છે. બલૂચિસ્તાન, સિંધ, ખૈબર પખ્તૂનખ્વાહ અને પંજાબમાં લોટની ઉણપ થઈ ગઈ છે. ઘણા લોકોની પાસે રોટલીની સમસ્યાનાં કારણે ફક્ત ચોખા ખાવાનો વિકલ્પ છે.

 3 લાખ ટન ઘઉંની આયાતને મંજૂરી આપી


લોટની ઉણપની અસર થઈ છે કે ખૈબર પખ્તૂનખ્વાહમાં નાન બનાવવાનારી અનેક દુકાનો બંધ પડી છે. લોટની ઉણપ અને ભાવ વધવાનાં કારણે નાન તૈયાર કરનારા નાનબાઈ હડતાલ પર જતા રહ્યા છે. ઇમરાન ખાનની સરકારે રાજ્યોમાં આટાની તંગીની માહિતી લીધી છે. સોમવારનાં સરકારે 3 લાખ ટન ઘઉંની આયાતને મંજૂરી આપી છે, પરંતુ પહેલું શિપમેન્ટ 15 ફેબ્રુઆરી સુધી આવી શકે છે. જો કે ઇમરાન સરકારે સ્પષ્ટ નથી કર્યું કે તે કયા દેશ પાસેથી ઘઉં ખરીદશે.


નવી સરકાર આવ્યા બાદ 4 વખત ભાવ વધ્યા

તો પાકિસ્તાનનાં નાણા મંત્રાલયનાં એક અધિકારીએ કહ્યું કે પ્રાઇવેટ કંપની જે દેશથી ઇચ્છે ઘઉં ખરીદી શકે છે. ઘઉંની ઉણપનાં કારણે પાકિસ્તાનમાં લોટ અને રોટલીનાં ભાવ વધી ગયા છે. ઘણા દુકાનદારોએ કહ્યું છે કે તેમના પર સરકાર ઓછા ભાવમાં રોટલી વેચવાનો દબાવ બનાવી રહી છે. રાવલપિંડીનાં એક દુકાનદાર શેરાજ ખાને કહ્યું કે, “જો મને આટો મોંઘો મળે છે તો હું એક રોટલી 8 રૂપિયામાં ના વેચી શકું.” તેમણે કહ્યું કે, “એલપીજીનાં ભાવો પણ વધી ગયા છે. નવી સરકાર આવ્યા બાદ 4 વખત ભાવ વધ્યા છે.”



 48 હજાર મેટ્રિક ટન ઘઉં વિદેશ મોકલવામાં આવ્યા

2018નાં અંતથી લઇને જૂન 2019ની વચ્ચે પાકિસ્તાને 6 લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરી હતી. જુલાઈ 2019માં ઘઉંની નિકાસ પર રોક લગાવી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ ઑક્ટોબર સુધી 48 હજાર મેટ્રિક ટન ઘઉં વિદેશ મોકલવામાં આવ્યા. પ્રતિબંધ છતા નિકાસને લઇને તપાસની માંગ કરવામાં આવી હતી. વિરોધી પાર્ટીનાં નેતા ખ્વાજા આસિફે કહ્યું હતુ કે, “ઘણા લોકોએ ધંધાથી કરોડો બનાવી લીધા.” તેમણે કહ્યું કે, બની શકે કે કૌભાંડનાં કારણે ઘઉંનું સંકટ ઉત્પન્ન થયું.

adv

Related News

post
post
post
post
post
post
post