• Home
  • News
  • નવો નિયમ:મુદત પૂરી થયા બાદ બેન્ક તમારી FD ઓટોમેટિક રિન્યૂ નહીં કરે; રિન્યૂ નહીં કરાવો તો સેવિંગ અકાઉન્ટ જેટલું જ વ્યાજ અપાશે
post

હાલમાં ટોચની બેન્કો સેવિંગ્સ અકાઉન્ટ ઉપર 3.5-4 ટકા વ્યાજ અને એફડી પર 5-7 ટકા વ્યાજદર ચૂકવતી હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-06 11:21:28

સરકારી, ખાનગી કે સહકારી બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ની મુદત પૂર્ણ થયા પછી જો રિન્યૂ કરાવવાનું ભૂલી ગયા તો હવે બેન્કો ઓટોમેટિક રિન્યૂ નહિ કરે. એટલું જ નહિ, એ એફડી પર વ્યાજ સેવિંગ્સ અકાઉન્ટ જેટલું જ મળશે.


હાલમાં ટોચની બેન્કો સેવિંગ્સ અકાઉન્ટ ઉપર 3.5-4 ટકા વ્યાજ અને એફડી પર 5-7 ટકા વ્યાજદર ચૂકવતી હોય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2જી જુલાઇના રોજ જારી કરેલા એક નોટિફિકેશન અનુસાર, જો ગ્રાહકો એફડીની મુદત પાક્યા પછી બેન્કને રિન્યૂ કરવા માટેની સૂચના નહિ આપે તો એને અનક્લેમ્ડ (દાવો નહિ કરાયેલી) રકમ ગણીને બેન્કો એની પર સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ જેટલું જ અથવા તો એફડી અને સેવિંગ્સ અકાઉન્ટ બેમાંથી જે વ્યાજ ઓછું હશે એ જ આપશે. અત્યારસુધી બેન્કો મુદત પૂર્ણ થયા પછી પણ રિન્યૂ નહીં કરાવાતી એફડીને ઓટો રિન્યૂઅલ ગણીને એફડીના રેટ મુજબ જ વ્યાજ ચૂકવે છે.


વધતા ફુગાવાથી હવે FDમાં રોકાણ ફિક્કું પડ્યું
મોંઘવારીનો દર સતત ઊંચો જઈ રહ્યો છે, એની સામે ફિક્સ ડિપોઝિટના વ્યાજદર સાવ તળિયે બેઠા છે. મોટા ભાગની બેન્કોમાં ફિક્સ ડિપોઝિટનો રેશિયો સતત ઘટતો જોવા મળી રહ્યો છે. અત્યારે બેન્કોમાં થતી ફિક્સ ડિપોઝિટમાં 70 ટકાથી વધુ હિસ્સો સિનિયર સિટિઝન્સનો જોવા મળી રહ્યો છે. જો બેન્કો હવે ફિક્સ ડિપોઝિટો ઓટોમેટિક રિન્યૂ નહિ કરે તો ફિક્સ ડિપોઝિટમાં વધુ ઘટાડો આગામી સમયમાં થઇ શકે છે.


15%થી વધુ રોકાણકારને પાકતી મુદત યાદ નથી રહેતી
ફિક્સ ડિપોઝિટમાં સૌથી વધુ સિનિયર સિટિઝન્સ દ્વારા થાય છે, એમાં પણ 15 ટકાથી વધુ ડિપોઝિટ કરનારને પાકતી મુદત યાદ રહેતી નથી. અત્યારસુધી ઓટો રિન્યૂને કારણે પાકતી મુદત ભૂલી જાય તો પણ એટલું નુકસાન ન હતું, પરંતુ હવે ભૂલ થશે તો ફુગાવાનું અડધું વ્યાજ પણ નહિ મળે.

રોકાણ યોજનામાં કેટલું વ્યાજ

સેવિંગ ડિપોઝિટ

3.5-4.0%

1થી 3 વર્ષ FD

5-5.5%

5 વર્ષની FD

6.70%

5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ

5.80%

મંથલી ઇન્કમ અકાઉન્ટ

6.60%

PPF

7.10%

કિસાન વિકાસપત્ર

6.90%

સુકન્યા સમૃદ્ધિ યોજના

7.60%

 

adv

Related News

post
post
post
post
post
post
post