• Home
  • News
  • કોવિશીલ્ડ લેનારા ભારતીયોને છૂટ, કોવૈક્સીન લીધી છે તો ક્વોરેન્ટીન, સાઉથ કોરિયાએ બનાવ્યા નવા નિયમ
post

ભારતમાં દક્ષિણ કોરિયાના રાજદૂતે કહ્યુ કે, પ્રતિબંધો માત્ર સામાન્ય લોકો માટે બનાવવામાં આવ્યા છે. આ નિયમ રાષ્ટ્રાધ્યક્ષો અને ઉચ્ચ ગણમાન્ય વ્યક્તિઓ માટે નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-18 11:40:28

નવી દિલ્હીઃ ભારતીય વેક્સિન કોવૈક્સીનની વિશ્વભરમાં ટ્રાયલ ચાલી રહી છે. આ વચ્ચે ભારતમાં સાઉથ કોરિયાના રાજદૂતે કહ્યુ કે, જો કોઈ ભારતીય સાઉથ કોરિયા આવે છે અને તેણે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ લીધા છે તો તેણે ક્વોરેન્ટીન થવું પડશે નહીં. જો કોઈએ કોવૈક્સીન લગાવી છે તો તેણે બે સપ્તાહ એટલે કે 14 દિવસ ક્વોરેન્ટીન રહેવું પડશે. આ સુવિધા 1 જુલાઈથી લાગૂ થવા જઈ રહી છે. 

સાઉથ કોરિયાનો નવો નિયમ
બુધવારે ન્યૂઝ એજન્સી સાથે વિશેષ વાતચીતમાં ભારતમાં દક્ષિણ કોરિયાના દૂત શિન બોંગ-કિલે કહ્યુ- દક્ષિણ કોરિયા સરકારે ફરજીયાત રૂપથી બે સપ્તાહના ક્વોરેન્ટીન નિયમને પરત લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ નિયમ માત્ર તે લોકો પર લાગૂ થાય છે જેણે સંપૂર્ણ રીતે વેક્સિનેશન કરાવી લીધું છે. તેમણે કહ્યું કે, જો વ્યક્તિએ કોવિશીલ્ડ લીધી છે તો તેણે એક દિવસ પણ ક્વોરેન્ટીન રહેવાની જરૂર નથી પરંતુ કોવૈક્સિન લેનારાએ બે સપ્તાહ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. 

પ્રધાનમંત્રી મોદીને છૂટ છે
તેમણે કહ્યું કે, અમે જોયુ છે કે પ્રધાનમંત્રી મોદીએ કોવૈક્સીન લીધી છે અને જો પીએમ કોઈ સમયે કોરિયાની યાત્રા કરવા ઈચ્છે છે તો તેઓ ક્વોરેન્ટીન વગર કોરિયાનો પ્રવાસ કરી શકે છે. ઉચ્ચ રેન્કિંગ અધિકારી ઉદાહરણ માટે જો સેના પ્રમુખ ભારત કોરિયાનો પ્રવાસ કરે છે તો તેમણે પણ ક્વોરેન્ટીન રહેવાની જરૂર નથી. 

ભારતની કરી પ્રશંસા
આ સિવાય તેમણે પાડોશી દેશોને ફ્રી રસી ઉપલબ્ધ કરાવવાના નિર્ણય માટે ભારતની પ્રશંસા કરી અને કહ્યું કે, આ ભારતનો એક સારો ઇશારો છે. તેમણે કહ્યું- એક રાજદ્વારીના રૂપમાં મને લાગે છે કે ભારતે આસપાસના દેશોને રસી ઉપલબ્ધ કરાવવી એક સારો ઇશારો છે... જો ભારતે તેમની મદદ ન કરી હોત તો ભૂટાન, નેપાળ, શ્રીલંકા, માલદીવ જેવા અન્ય પાડોશી દેશોની મદદ માટે કોણ આગળ આવત. મને લાગે છે કે આ ભારત તરફથી એક સારો ઇશારો છે. આપણે એકબીજાની મદદ કરવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post