• Home
  • News
  • રાહતના સમાચાર, 24 કલાકમાં લગભગ 13 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો, એક્ટિવ કેસની કુલ સંખ્યા ઘટીને 3.38 લાખ થઈ
post

આ અગાઉ 7 ડિસેમ્બરે 13 હજાર 476 એક્ટિવ કેસ ઘટયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 11:06:32

દેશમાં એક્ટિવ કેસમાં આ મહિનામાં 96 હજાર 444નો ઘટાડો થયો છે. સારવાર લઈ રહેલા આ દર્દીઓની સંખ્યા હવે માત્ર 3.38 લાખ રહી ગઈ છે. સોમવારે એક્ટિવ કેસમાં 12 હજાર 892નો ઘટાડો થયો હતો. આ મહિનાનો બીજો સૌથી મોટો ઘટાડો છે. આ અગાઉ 7 ડિસેમ્બરે 13 હજાર 476 એક્ટિવ કેસ ઘટયા હતા.

દેશમાં સોમવારે 21 હજાર 791 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 34 હજાર 313 દર્દી સાજા થયા અને 353 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્યારસુધીમાં કુલ 99.06 લાખ કેસ નોંધાયા છે. આમાંથી 94.21લાખ દર્દી સાજા થયા છે અને 1.43 લાખ સંક્રમિત લોકો સાજા થઈ ચૂક્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

·         મધ્યપ્રદેશમાં 18મી ડિસેમ્બરથી 10 અને 12ના નિયમિત વર્ગો શરૂ કરવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11ના વર્ગ શરૂ કરવા આ નિર્ણય જિલ્લા વહીવટ પર છોડી દેવામાં આવ્યો હતો. ધોરણ 1થી 8 સુધી શાળાઓ ખોલવાનો નિર્ણય કોરોના સંક્રમણની સમીક્ષા બાદ લેવામાં આવશે. આ નિર્ણય એમપી બોર્ડ અને સીબીએસઈ શાળાઓને લાગુ થશે.

·         હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કાંગડા અને કુલુ જિલ્લામાં 5 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ લંબાવાયો છે. લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં વધુમાં વધુ 50થી વધુ લોકો જ હાજર રહી શકે એ નિયમ પણ લાગુ થશે. અહીં લગભગ સાત હજાર કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યની વસતિ 73% છે, જ્યારે પોઝિટિવિટી દર 8% છે.

5 રાજ્યની પરિસ્થિતિ

1. દિલ્હી
રાજધાની દિલ્હીમાં સોમવારે 1376 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા, 2854 લોકો સ્વસ્થ થયા અને 60 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 6 લાખ 8 હજાર 830 લોકો સંક્રમણની ઝપેટલા આવી ચૂક્યા છે, આમાંથી 15 હજાર 247 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે 5 લાખ 83 હજાર 509 લોકો સાજા થઈ ચૂકયા છે.

2. મધ્યપ્રદેશ
સોમવારે મધ્યપ્રદેશમાં 1058 કેસ સામે આવ્યા હતા. આ પાછલા 27 દિવસમાં નવા દર્દીઓની સૌથી ઓછી સંખ્યા છે. અગાઉ 17 નવેમ્બરના રોજ 922 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 1084 દર્દી સાજા થયા હતા, જ્યારે 8દર્દીનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં અહીં 2 લાખ 24 હજાર 636 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 2 લાખ 8 હજાર 421 સાજા થઈ ગયા હતા, જ્યારે 3 હજાર 412 લોકો મૃત્યુ પામ્યા હતા. હવે 12 હજાર 803ની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
સોમવારે અહીં 1120 લોકોને સંક્રમણ લાગ્યું હતું, 1389 લોકો સ્વસ્થ થયા અને 11 લોકોનાં મૃત્યુ પામ્યાં. અત્યારસુધીમાં 2 લાખ 28 હજાર 803 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 12 હજાર 918 દર્દીની સારવાર ચાલી રહી છે. 2 લાખ 11 હજાર 703 લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 4182 લોકોનાં મોત નીપજ્યાં છે.

4. રાજસ્થાન
સોમવારે રાજસ્થાનમાં 1250 લોકો સંક્રમિત થયા હતા, 1631 લોકો સાજા થયા હતા અને 13 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 2 લાખ 92 હજાર 539 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. આમાંથી 16 હજાર 200 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે 2 લાખ 73 હજાર 784 લોકો સાજા થઈ ચૂક્યા છે, 2555 લોકો મૃત્યુ પામ્યા છે.

5. મહારાષ્ટ્ર
સોમવારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2949 લોકો સંક્રમિત થયા હતા, 4610 લોકો સાજા થયા અને 60 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 18 લાખ 83 હજાર 365 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે, જેમાંથી 72 હજાર 383 દર્દીની સારવાર ચાલી રહી છે. 17 લાખ 61 હજાર 615 દર્દી સાજા થયા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 48 હજાર 269 પર પહોંચી ગઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post