• Home
  • News
  • Nifty-50એ ઈતિહાસ રચી દીધો, 20000ની સપાટી કૂદાવી, તમામ જૂના રેકોર્ડ ધરાશાયી
post

ઉલ્લેખનીય છે કે જુલાઈ 2023 બાદ નિફ્ટીનો આ નવો રેકોર્ડ હાઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-11 17:31:38

ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ શાનદાર સાબિત થયો. સ્ટોક માર્કેટના બંને ઈન્ડેક્સમાં શરૂઆતના વેપારમાં હરિયાળી છવાઈ હતી અને દિવસના કારોબારનો અંત થાય તે પહેલાં જ મુખ્ય ઈન્ડેક્સ Nifty-50એ ઈતિહાસ રચી દીધો હતો. ખરેખર બપોરના સમયે નિફ્ટી ઈન્ડેક્સ તેના તમામ જૂના રેકોર્ડ ધરાશાયી કરતાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું અને 20000ના લેવલ પર પહોંચી ગયું હતું. 

પહેલીવાર Niftyએ આ સ્તરને સ્પર્શ કર્યો

ઉલ્લેખનીય છે કે જુલાઈ 2023 બાદ નિફ્ટીનો આ નવો રેકોર્ડ હાઈ છે. અગાઉ આ આંકડો 19995નો હતો. સમાચાર લખાવા સુધી   Nifty 187.90 પોઈન્ટના ઉછાળા સાથે 20007.05 પર ટ્રેડ થઈ રહ્યું હતું. સોમવારે શેરબજારની શરૂઆતમાં જ બજારમાં ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન Nifty-50 ઈન્ડેક્સ સવારે 19890ના સ્તરે ઓપન થયું હતું. જેમ જેમ બજાર આગળ વધ્યો તેમ તેમ Niftyએ ઝડપથી ગતિએ ઉછાળો દર્શાવ્યો હતો. પહેલીવાર Niftyએ આ સ્તરને સ્પર્શ કર્યો છે. 

adv

Related News

post
post
post
post
post
post
post