• Home
  • News
  • નીતા અંબાણીનું રિલાયન્સના ડિરેક્ટરપદેથી રાજીનામું:ઈશા, આકાશ અને અનંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બનશે, વાયરલેસ 5G બ્રોડબેન્ડ મળશે-મુકેશ અંબાણીની જાહેરાત
post

5G સેવાઓ શરૂ કરવા સંબંધિત જાહેરાત 45મી AGMમાં ​​કરવામાં આવી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-28 18:49:24

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી, જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઈ હતી. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી દીધું છે, જે બોર્ડે સ્વીકારી લીધું છે, સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે.

મુકેશ અંબાણીએ સામાન્ય સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે ન હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-3ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઈશા-આકાશ અને અનંત અંબાણી બોર્ડમાં
રિલાયન્સ AGM 2023ને સંબોધતાં મુકેશ અંબાણીએ ગ્રુપના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારોની પણ જાહેરાત કરી હતી. રિલાયન્સે રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની 46મી એન્યુઅલ જનરલ મિટિંગ એટલે કે AGMને હોસ્ટ કરી રહ્યા છે. અંબાણીએ 19 સપ્ટેમ્બરે એટલે કે ગણેશચતુર્થી પર રિલાયન્સ 'જિયો એર ફાઇબર ' લોન્ચ કરશે, એટલે કે વાયરલેસ ફાસ્ટ બ્રોડબેન્ડ મળશે.

ત્રણેયને ફાઉન્ડરની માનસિકતા વારસામાં મળી હતી
ગયા વર્ષે આરઆઈએલની 45મી એજીએમમાં ​​મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આકાશ અને ઈશાએ જિયો અને રિટેલમાં નેતૃત્વની ભૂમિકા ભજવી છે. તેઓ શરૂઆતથી જ રિલાયન્સના કન્ઝ્યુમર બિઝનેસ સાથે સંકળાયેલાં છે. તેમણે કહ્યું હતું કે અનંત પણ નવી ઊર્જા વ્યવસાયમાં જોડાયો છે અને તે મોટા ભાગનો સમય જામનગરમાં વિતાવે છે.

અંબાણીએ કહ્યું હતું કે ત્રણેયને અમારા ફાઉન્ડરની માનસિકતા સંપૂર્ણ રીતે વારસામાં મળી છે. અમારા વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમને દરરોજ માર્ગદર્શન આપવામાં આવે છે. માર્ગદર્શકમાં હું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો પણ સમાવેશ થાય છે.

ગયા વર્ષે 2.6 લાખ નોકરીનું સર્જન કર્યું હતું
તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે અમારી તમામ કંપનીઓએ 2.6 લાખ નોકરીનું સર્જન કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. અમારા ઓન-રોલ કર્મચારીઓની કુલ સંખ્યા લગભગ 3.9 લાખ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અંબાણી આ મિટિંગમાં તાજેતરમાં લિસ્ટેડ કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસને લગતી મોટી જાહેરાતો કરી શકે છે.

આ સિવાય રિટેલ અને ટેલિકોમ બિઝનેસના IPOની તારીખ પણ જાહેર થઈ શકે છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. 4 વર્ષ પહેલાં 2019 AGM દરમિયાન રિલાયન્સે કહ્યું હતું કે તે આગામી 5 વર્ષમાં તેના ટેલિકોમ અને રિટેલ બિઝનેસને લિસ્ટ કરશે.

ટોપ 10 મોસ્ટ વિઝિટેડ રિટેલર્સમાં રિલાયન્સ રિટેલ સામેલ
રિલાયન્સ રિટેલ હવે વિશ્વના ટોપ 10 સૌથી વધુ વિઝિટેડ રિટેલર્સમાંથી એક છે. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ અમારો સૌથી ઝડપથી વિકસતો બિઝનેસ હશે. રિલાયન્સ રિટેલે ગયા વર્ષે રૂ. 2,60,364 કરોડની રેવન્યુ નોંધાવી હતી. એનો નેટ પ્રોફિટ 9181 કરોડ રહ્યો હતો.

એક લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક
મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય નક્કી કર્યું છે. જિયો 5Gનું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે.

ગયા વર્ષે 18 લાખ ટન ગ્રોસરીનું વેચાણ થયું હતું
રિલાયન્સ રિટેલના સ્ટોર્સની કુલ સંખ્યા 18,040 પર પહોંચી ગઈ છે અને ગયા વર્ષે રિલાયન્સ રિટેલે 18 લાખ ટન ગ્રોસરીનું વેચાણ કર્યું હતું. છેલ્લાં 3 વર્ષમાં રિલાયન્સ રિટેલ વેલ્યુએશન 4.28 લાખ કરોડથી વધીને 8.28 લાખ કરોડ થયું છે. જો આજે રિલાયન્સ રિટેલનું લિસ્ટિંગ થાય તો એ દેશની ટોપ-4 કંપનીઓમાં સામેલ થઈ હોત.

ગ્રાહક અને વેપારી ધિરાણ બિઝનેસ પ્લાન
Jio
ફાઇનાન્શિયલ ગ્રાહક અને વેપારી ધિરાણ બિઝનેસ શરૂ કરવાની યોજના ધરાવે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ જાયન્ટ મેક્વેરીએ ગયા વર્ષે તેના રિપોર્ટમાં રિલાયન્સના ફાઇનાન્શિયલ સર્વિસીઝ બિઝનેસને માર્કેટ ગ્રોથના સંદર્ભમાં Paytm અને અન્ય ફિનટેક કંપનીઓ માટે મોટું જોખમ ગણાવ્યું હતું.

પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સનો નેટ પ્રોફિટ ₹16,011 કરોડ હતો
રિલાયન્સે 21 જુલાઈના રોજ Q1 FY24 એટલે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરનાં પરિણામો જાહેર કર્યા હતા. કંપનીનો નેટ પ્રોફિટ રૂ. 16,011 કરોડ રહ્યો હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 17,955 કરોડ હતો. એટલે કે કંપનીના નફામાં 11%નો ઘટાડો થયો છે.

કંપનીનો નેટ પ્રોફિટ અગાઉના ક્વાર્ટરમાં એટલે કે Q4FY23માં રૂ. 19,299 કરોડ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ તેના રોકાણકારો માટે શેરદીઠ રૂ. 9ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

5G સેવાઓ શરૂ કરવા સંબંધિત જાહેરાત 45મી AGMમાં ​​કરવામાં આવી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા વર્ષે તેની 45મી AGMમાં ​​ઘણી મહત્ત્વની જાહેરાત કરી હતી. 5G સેવાઓ શરૂ કરવા સંબંધિત યોજનાઓ જણાવવામાં આવી હતી. એર-ફાઇબર સેવા શરૂ કરવા માટે મેટા અને ગૂગલ સાથેની ભાગીદારીની પણ જાહેરાત કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post