• Home
  • News
  • બિહારમાં નીતીશ કુમારની મુશ્કેલીઓ વધી, માંઝીની માર્ગ-નિર્માણ વિભાગની જીદ
post

અમને દર વખતે એક જ મંત્રાલય આપવામાં આવે છેઃ જીતન રામ માંઝી

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-05 17:12:15

હિન્દુસ્તાન આવામ મોર્ચા (Hindustani Awam Morcha)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી (Jitan Ram Manjhi)એ બિહારમાં નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar)ની નવી સરકારની મુશ્કેલી વધારી છે. તેઓ મંત્રાલયની વહેંચણી અંગે નારાજ થયા છે. માંઝીએ જાહેર મંચ પર કહ્યું કે, અમને (HAM) મોટું મંત્રાલય કેમ અપાતું નથી. જ્યારે હું મંત્રી હતો, ત્યારે પણ એસટી-એસટી મંત્રાલય આપ્યું હતું. હવે મારા પુત્ર સંતોષને પણ આ જ વિભાગ સોંપાયો છે. તેમણે નીતીશ પાસે માર્ગ-નિર્માણ વિભાગ માંગ્યો છે.

કોની પાસે કયું મંત્રાલય?

નીતીશ કુમારે ઈન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડી 28 જાન્યુઆરીએ ભાજપ સાથે નવી સરકાર બનાવી હતી. નીતીશકુમાર 9મી વખત મુખ્યમંત્રી બન્યા. ભાજપ ક્વોટામાંથી સમ્રાજ ચૌધરી અને વિજય કુમાર સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા. પાંચ અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. હમ ક્વોટામાંથી સંતોષ સુમને પણ મંત્રી બનાવાયા હતા. મંત્રાલયની વહેંચણી વખતે નીતીશ કુમારે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું. આ ઉપરાંત સામાન્ય વહીવટ, કેબિનેટ સચિવાલય, દેખરેખ, ચૂંટણી અને આવા તમામ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. સમ્રાટને ફાઇનાન્સ, કોમર્શિયલ ટેક્સ, શહેરી વિકાસ અને આવાસ, આરોગ્ય, રમતગમત, પંચાયતી રાજ, ઉદ્યોગ, પશુ અને મત્સ્ય સંસાધન, કાયદો વિભાગ જ્યારે વિજય સિંહાને કૃષિ, માર્ગ બાંધકામ, મહેસૂલ અને જમીન સુધારણા, શેરડી ઉદ્યોગ, ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્ર, શ્રમ વિભાગ મળ્યો. સંસાધનો, કલા, સંસ્કૃતિ અને યુવા, લઘુ જળ સંસાધન, જાહેર આરોગ્ય ઇજનેરી વિભાગ ફાળવાયા છે.

પરિવારને દર વખતે એકનું એક મંત્રાલય સોંપાતા માંઝી નારાજ

નીતીશની સરકારમાં જીતનરામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમન (Santosh Kumar Suman)ને માહિતી ટેકનોલોજી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગ સોંપાયા છે. અગાઉ જ્યારે સંતોષ મહાગઠબંધનની સરકારમાં મંત્રી બન્યા હતા, ત્યારે પણ તેમને એસસી-એસટી કલ્યાણ મંત્રાલય સોંપાયું હતું. આ ઉપરાંત જ્યારે જીતન રામ માંઝી બિહાર સરકારમાં મંત્રી હતા, ત્યારે પણ તેમની પાસે આ જ મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી. આમ પરિવારને દર વખતે એકનું એક મંત્રાલય સોંપાતા માંઝી નારાજ થયા છે અને તેમણે માર્ગ-નિર્માણ મંત્રાલયની માંગણી કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post