• Home
  • News
  • ફાલતુ ટિપ્પણીઓનો જવાબ આપી સમય બરબાદ કરવાનો અર્થ નથી, UNમાં ભારતે પાકિસ્તાનને ઝાટકી નાંખ્યુ
post

દુનિયામાં હવે ભાગ્યે જ કોઈ દેશ પાકિસ્તાનની કાગારોળની નોંધ લે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 18:25:14

નવી દિલ્હી: યુએનમાં પાકિસ્તાનને  કાશ્મીરનો બેસૂરો રાગ આલાપવાની ટેવ પડી ગઈ છે અને દર વખતે ભારત વળતો જવાબ આપીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દે છે. યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉછાળવા માટે ધમપછાડા કર્યા હતા.જેના જવાબમાં ભારતના યુએનના સ્થાયી રાજદૂત રુચિરા કંબોજે  કહ્યુ હતુ કેપાકિસ્તાનના ફાલતુ નિવેદનોનો જવાબ આપીને ભારત યુએનનો સમય બરબાદ કરવા નથી માંગતુ.સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના મુદ્દે થઈ રહેલી ચર્ચા દરમિયાન કંબોજે પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી હતી.

હાલમાં સિક્યુરિટી કાઉન્સિલની અધ્યક્ષતા રશિયા પાસે છે.રશિયાના વિદેશ મંત્રી બેઠકમાં નિવેદન આપી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમે  કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો.આ સાંભળ્યા બાદ ભારતના રાજદૂત રુચિરા કંબોજે કહ્યુ હતુ કેઆ મંચ પર આજે એક દેશના પ્રતિનિધિએ ફાલતુ ટિપ્પણીઓ કરી છે.જે તેમની અજ્ઞાનતા દર્શાવે છે અને સાથે સાથે એવુ પણ સાબિત થાય છે કેતેમને પાયાની હકિકતોની સમજ નથી.

આ ટિપ્પણીનો જવાબ આપીને હું સિક્યુરિટી કાઉન્સિલનો સમય વેડફવા નથી માંગતી. ભારત સામે પાકિસ્તાન કાશ્મીર મુદ્દો ઉઠાવવા માટે તમામ આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ કરતુ આવ્યુ છે.યુએનની કોઈ પણ બેઠકનો કોઈ પણ એજન્ડા હોય પરંતુ પાકિસ્તાનની સોય કાશ્મીર મુદ્દા પર જ અટકેલી હોય છે.તેમાં પણ ભારતે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધા બાદ પાકિસ્તાનન આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે ધમપછાડા કરતુ થઈ ગયુ છે.જોકે દુનિયામાં હવે ભાગ્યે જ કોઈ દેશ પાકિસ્તાનની કાગારોળની નોંધ લે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post