• Home
  • News
  • નોકિયાએ X, G અને C સિરીઝના 6 સ્માર્ટફોન લોન્ચ કર્યાં, C સિરીઝ સૌથી સસ્તી અને X સૌથી પાવરફુલ સિરીઝ
post

નોકિયા X20 અને X10માં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસર મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-10 16:53:31

નોકિયાની પ્રોડક્ટ બનાવનાર ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલે નોકિયાના 6 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. તેમાં X, G અને C સિરીઝના ફોન સામેલ છે. આ સિરીઝમાં X20, X10, G20, G10, C20 અને C10 સ્માર્ટફોન સામેલ છે. તમામ સ્માર્ટફોનનું વેચાણ દુનિયાભરમાં આ મહિનેથી જ શરૂ થઈ જશે.

આ સિરીઝમાં X સિરીઝના સ્માર્ટફોન પ્રીમિયમ સ્માર્ટફોન હશે. G સિરીઝના સ્માર્ટફોન મિડ રેન્જ અને C સિરીઝના બજેટ સ્માર્ટફોન છે.

કિંમત

·         નોકિયા X10: EUR 309 (આશરે 27,400 રૂપિયા)

·         નોકિયા X20: EUR 349 (આશરે 31,000 રૂપિયા)

·         નોકિયા G10: EUR 139 (આશરે 12,300 રૂપિયા)

·         નોકિયા G20: EUR 159 (આશરે 14,000 રૂપિયા)

·         નોકિયા C10: EUR 79 (આશરે 7,000 રૂપિયા)

·         નોકિયા C20: EUR 89 (આશરે 7,900 રૂપિયા)

સ્માર્ટફોન્સનાં સ્પેસિફિકેશન

·         કંપનીએ આ ત્રણેય સિરીઝના લેટેસ્ટ સ્માર્ટફોન વિશે વધારે કોઈ માહિતી આપી નથી. નોકિયા X20 અને X10માં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસર મળશે. ફોનમાં 6.67 ઈંચની ફુલ HD+ પંચ હોલ ડિસ્પ્લે મળશે. X20માં 32MPનો ફ્રન્ટ કેમેરા અને 64MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે. નોકિયા X10માં 48MPમાં ક્વૉડ રિઅર કેમેરા મળશે. બંને સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે.

·         નોકિયા G20 સિરીઝના ફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે મળશે. બંને ફોનમાં 5050mAhની બેટરી મળશે. નોકિયા G10માં 13 MP+ 2MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

·         નોકિયા G20માં 48 MP+5 MP+2 MP+2 MPનું રિઅર કેમેરા સેટઅપ અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

·         નોકિયા C10 સિરીઝના બંને સ્માર્ટફોનમાં 6.52 ઈંચની ડિસ્પ્લે મળશે. C10 અને C20 બંને સ્માર્ટફોનમાં 5MPનો ફ્રન્ટ અને રિઅર કેમેરા મળશે. C10માં 4470mAhની બેટરી અને C20માં 3000mAhની બેટરી મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post