• Home
  • News
  • Corona પર નોર્થ કોરિયાનો મોટો દાવો, WHO ને કહ્યું- હજુ એકપણ કેસ નોંધાયો નથી
post

આ એક એવો દાવો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે ઉત્તર કોરિયાની સ્વાસ્થ્ય સિસ્ટમ સારી નથી અને દેશનો કારોબાર પણ સંક્રમણથી પ્રભાવિત ચીનની સાથે છે અને આ કારોબાર તેની અર્થવ્યવસ્થા માટે જીવન રેખા સમાન છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-08 10:42:37

સિયોલઃ ઉત્તર કોરિયાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) માં રજૂ કરેલા પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો છે કે દેશ હજુ પણ કોરોના વાયરસ (Corona virus) થી મુક્ત છે. ઉત્તર કોરિયાએ આશરે એક વર્ષ પહેલા સંક્રમણની શરૂઆતમાં દેશને મહામારીથી મુક્ત રાખવાના પ્રયાસને રાષ્ટ્રના અસ્તિત્વનો સવાલ ગણાવ્યો હતો. 

ઉત્તર કોરિયાએ બંધ રાખી છે પોતાની સરહદો
ઉત્તર કોરિયાએ પોતાની સરહદો બંધ રાખી છે. પર્યટકોના આગમન પર પ્રતિબંધ છે અને રાજદ્વારીઓને પણ દેશની બહાર મોકલી દેવામાં આવ્યા છે. સંક્રમણના લક્ષણ વાળા હજારો લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, પરંતુ ઉત્તર કોરિયાનું કહેવું છે કે દેશમાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. 

કોરોનાને લઈને કરેલા દાવામાં કેટલું સત્ય
આ એક એવો દાવો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કારણ કે ઉત્તર કોરિયાની સ્વાસ્થ્ય સિસ્ટમ સારી નથી અને દેશનો કારોબાર પણ સંક્રમણથી પ્રભાવિત ચીનની સાથે છે અને આ કારોબાર તેની અર્થવ્યવસ્થા માટે જીવન રેખા સમાન છે. 

આટલા લોકોની થઈ તપાસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઉત્તર કોરિયાના પ્રતિનિધિ એડવિલ સલ્વાડોરે એસોસિએટેડ પ્રેસને બુધવારે જણાવ્યુ કે ઉત્તર કોરિયાએ કહ્યું કે, તેણે મહામારીની શરૂઆત એક એપ્રિલ સુધી 23121 લોકોની તપાસ કરી છે, પરંતુ તેમાંથી કોઈ સંક્રમિત મળ્યું નથી. સલ્વાડોરે કહ્યુ કે, ઉત્તર કોરિયાએ 26 માર્ચથી 1 એપ્રિલ વચ્ચે 732 લોકોની તપાસ કરી છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કોરિયા આઇસોલેશન સેન્ટરમાં મોકલેલા લોકોની સંખ્યા હવે એજન્સી સાથે શેર કરી રહ્યું નથી. 

મહત્વનું છે કે ઉત્તર કોરિયાએ મંગળવારે કહ્યું હતું કે તે કોરોના વાયરસથી પોતાના ખેલાડીઓની રક્ષા કરવા માટે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં. 

 

adv

Related News

post
post
post
post
post
post
post