• Home
  • News
  • ઉત્તર કોરિયાએ અમેરિકાના વિમાનોને તોડી પાડવાની ધમકી આપી:કહ્યું- અમેરિકાના ઉશ્કેરણીજનક કૃત્યો પરમાણુ યુદ્ધ તરફ ધકેલી રહ્યા છે
post

ઉત્તર કોરિયાએ સોલિડ ફ્યુલ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ બનાવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-10 19:36:33

ઉત્તર કોરિયાએ સોમવારે અમેરિકાના વિમાનોને તોડી પાડવાની ધમકી આપી છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકા પર ઉત્તર કોરિયાના એરસ્પેસમાં ઘૂસણખોરી કરવાનો અને નજર રાખવાના આરોપ લગાવ્યો છે. અમેરિકન જાસૂસી વિમાનો અને ડ્રોનનો ઉપયોગ પણ ટાંકવામાં આવ્યો હતો

ત્યાંની સત્તાવાર સમાચાર એજન્સી KCNAને આપેલા નિવેદનમાં ઉત્તર કોરિયાના પ્રવક્તાએ કહ્યું કે જો અમેરિકન એરક્રાફ્ટ તેમના એરસ્પેસમાં ફરી જોવા મળશે તો તેના પર હુમલો કરીને તેને તોડી પાડવામાં આવશે. ઉત્તર કોરિયાએ પણ અમેરિકા પર ઉશ્કેરણીજનક કૃત્યો કરીને પ્રદેશને પરમાણુ યુદ્ધ તરફ ધકેલવાનો આરોપ લગાવ્યો છે.

અમેરિકા ઉત્તર કોરિયા નજીક પરમાણુ સબમરીન તહેનાત કરવા જઈ રહ્યું છે
પોતાના નિવેદનમાં ઉત્તર કોરિયાએ અમેરિકાની યોજનાની પણ આકરી ટીકા કરી છે જેના હેઠળ કોરિયન પેનિનસુલામાં પરમાણુ સબમરીન તૈનાત કરવામાં આવશે. ઉત્તર કોરિયાએ કહ્યું છે કે આવું કરીને અમેરિકા તેમના દેશને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ખરેખરમાં, એપ્રિલમાં અમેરિકાએ કહ્યું હતું કે પરમાણુ ક્રુઝ મિસાઇલ સબમરીન દક્ષિણ કોરિયાની મુલાકાત માટે મોકલવામાં આવશે. જો કે, અમેરિકાએ તેનો સમય નથી જણાવ્યો. 1981થી કોરિયામાં યુએસની કોઈ સબમરીન મોકલવામાં આવી નથી.

જ્યારે અમેરિકાને ઉત્તર કોરિયાની ધમકી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો. જ્યારે દક્ષિણ કોરિયાએ કહ્યું કે અમેરિકાના કોઈ વિમાને ઉત્તર કોરિયાની એરસ્પેસમાં ઘૂસણખોરી કરી નથી.

નાટોની બેઠકમાં ઉત્તર કોરિયાનો મુદ્દો પણ સામે આવશે
છેલ્લા 18 મહિનામાં પ્રતિબંધો હોવા છતાં, ઉત્તર કોરિયાએ એક પછી એક 90 મિસાઇલ પરીક્ષણો કર્યા છે. મે મહિનામાં જાસૂસી સેટેલાઇટ લોન્ચ કરવાનો પ્રયાસ પણ થયો હતો. દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે તે નાટોની બેઠકમાં આ મુદ્દો ઉઠાવશે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે કહ્યું છે કે તેઓ ઉત્તર કોરિયા સામેના વિવાદને ઉકેલવા માટે નાટો દેશોની મદદ લેશે.

ઉત્તર કોરિયાએ સોલિડ ફ્યુલ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ બનાવી

ઉત્તર કોરિયાએ આ વર્ષે પ્રથમ સોલિડ ફ્યુલવાળી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેના પરીક્ષણ દરમિયાન, લોકોને જાપાનના ઉત્તરીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા.

જ્યારે, જાપાનના હોકાએડોમાં સ્કુલો મોડી શરૂ કરવામાં આવી હતી, કેટલીક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ મિસાઈલ પરીક્ષણ દરમિયાન ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તેની પુત્રી અને પત્ની સાથે હાજર રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post