• Home
  • News
  • સર્જિકલ સ્ટ્રાઈક નહી, હવે ઘરમાં ઘુસીને દુશ્મનોનો ખાતમો બોલાવશે ભારતીય આત્મઘાતી ડ્રોન
post

હથિયારોના બજારોમાં ભારત આત્મનિર્ભર થાય તે માટે આ બન્ને કંપનીઓ સાથે મળીને લોયટરિંગ મ્યુનિશંસ બનાવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-24 18:19:22

નાગપુર: ઈન્ડિયન આર્મી નાગપુરમાં આવેલ નિજી ડિફેંન્સ કંપની સોલાર ઈન્ડસ્ટ્રીઝમાંથી 450 નાગાસ્ત્ર-1 Nagastra-1 લોયટરિંગ મ્યુનિશંસ ખરીદી રહી છે. સ્વદેશી હથિયાર બનાવતી આ કંપનીએ ઈઝરાયેલ અને પોલન્ડની કંપનીઓને પછાડી આ ડીલ નક્કી કરી છે. નાગાસ્ત્ર-1 એક રીતે સુસાઈડ ડ્રોન છે. 

દુશ્મનોના ઘરમાં ઘુસીને આત્મઘાતી હુમલો કરી શકે તેટલું સક્ષમ છે

સોલાર ઈન્ડસ્ટ્રીઝે એક વર્ષની અંદર આ બધા હથિયારો ભારતીય સેનાને સોપવાના છે. ગયા વર્ષે આ હથિયારોનું ચીન પાસે લદ્દાખની નુબ્રા ઘાટીમાં તેનુ સફળ ઓપરેશન થઈ ચુક્યુ છે. એટલે કે ભવિષ્યમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરુર નહી રહે. સીમાની પાર આ ડ્રોન ઉડશે, અને તે દુશ્મનોના ઘરમાં ઘુસીને આત્મઘાતી હુમલો કરી શકે તેટલુ સક્ષમ છે.

હથિયારોના બજારોમાં ભારત આત્મનિર્ભર થાય તે માટે આ બન્ને કંપનીઓ સાથે મળીને લોયટરિંગ મ્યુનિશંસ બનાવ્યું છે

સામાન્ય ભાષામાં તેને સુસાઈડ ડ્રોન કહેતા હોય છે. સેનાની ભાષામાં તેને લોયટરિંગ મ્યુનિશંસ કહેવામાં આવે છે. આ હથિયાર સોલાર ઈન્ડસ્ટ્રીઝની સબસીડી કંપની ઈકોનોમિક્સ એક્સપ્લોસિવ્સ  અને બેગ્લોર સાથે જોડાયેલ જેડ મોશન ઓટોનોમસ સિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ સાથે મળીને બનાવ્યું છે. એક માહિતી પ્રમાણે હથિયારોના બજારોમાં ભારત આત્મનિર્ભર થાય તે માટે આ બન્ને કંપનીઓ સાથે મળીને આ લોયટરિંગ મ્યુનિશંસ બનાવ્યુ છે. અને તેના બે પ્રકાર છે પહેલું LMO અને LM-1 તરીકે ઓળખાય છે. હવે તેનું નામ નાગાસ્ત્ર રાખવામાં આવ્યુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post