• Home
  • News
  • બાળકોમાં સૂકી ઉધરસ નહીં ડાયેરિયા અને ઉબકા પણ સંક્રમણના લક્ષણ હોઈ શકે છે, ચીનમાં પણ આવા જ કિસ્સાઓ સામે આવી રહ્યા છે
post

ચીનના સંશોધનકારો અને બાળરોગ નિષ્ણાતોએ તેમના રિસર્ચમાં દાવો કર્યો, કહ્યું- આવા લક્ષણો જોવા મળે તો સાવધાન રહેવું જરૂરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 11:07:02

બાળકોમાં કોરોનાવાઈરસનું સંક્રમણ થવા પર ડાયેરિયાની સાથે તાવ આવી શકે છે. ચીનના બાળકોમાં આવા ઘણા કેસ સામે આવ્યા છે. આ દાવો ચીનમાં રિસર્ચ કરી રહેલા બાળરોગ નિષ્ણાતોએ તેમના રિસર્ચમાં કર્યો છે. 

પેડિઆટ્રિક્સ ઇન ફ્રન્ટિઅર્સ જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જો બાળકોને ઉબકા, અને ડાયેરિયા જેવા લક્ષણો દેખાય તો સાવધાન રહેવાની જરૂર છે. થોડા સમય પહેલા પુખ્ત વયના લોકોમાં પણ આવા જ લક્ષણો જોવા મળ્યા હતા. ચીનના આંકડાઓ અનુસાર, 50 ટકા કોરોના દર્દીઓમાં પેટમાં દુખાવો, ઉલટી અને ડાયેરિટા જેવા લક્ષણો જોવા મળી રહ્યા હતા. 

બાળકો કોરોનાના ગંભીર દર્દી નથી
રિસર્ચ વુહાનના ટોન્ગજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. સંશોધનકર્તા અને બાળરોગ વિભાગના હેડ ડો.વેનબિન લીના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના બાળકો કોરોનાના ગંભીર દર્દી નથી. અમુક જ કેસ ગંભીર છે. ચીનમાં જે કેસ સામે આવી રહ્યા છે, તેમાં બાળકોને પેટની સમસ્યા થઈ રહી છે. જો બાળક ભૂતકાળમાં બીમાર હતું અને હવે તાવ આવે છે, તો તપાસની જરૂર છે.

શરૂઆતમાં શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા નહોતી
સંશોધનકારોના અનુસાર, કોરોના આંતરડાં સુધી પણ પહોંચી શકે છે. વુહાનની ટોન્ગજી હોસ્પિટલમાં પહોંચી રહેલા સંક્રમિત બાળકોમાં નોન રેસ્પિરેટરી લક્ષણો જોવા મળી રહ્યા છે, એટલે કે શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા સામે નથી આવી રહી. જો કે બાદમાં તેને ન્યૂમોનિયા થયો અને પછી કોવિડ-19ની પુષ્ટિ થઈ હતી. 

દર 5માંથી 4 બાળકોમાં પેટ સંબંધિત લક્ષણો
સંશોધનકારના જણાવ્યા પ્રમાણે, ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવેલા બાળકોમાં પહેલાથી પેટ સંબંધી કોઈ સમસ્યા નહોતી, પરંતુ પછીથી એક વાત સામાન્ય હતી. જ્યારે તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું તો બધામાં ન્યૂમોનિયાની પુષ્ટિ થઈ. પરંતુ થોડા સમય બાદ તેમના શરીરમાં કોવિડ-19 વાઈરસની ઓળખ થઈ. હોસ્પિટલમાં દર 5માંથી 4માં પેટની સમસ્યાના લક્ષણો જોવા મળ્યા.  

અહીં પણ સંક્રમણનું કારણ  ACE-2 રિસેપ્ટ
સંશોધનકાર ડો. વેનબિનના જણાવ્યા પ્રમાણે, કોરોનાનું સંક્રમણ ફેલાવામાં મદદ કરનાર ACE-2 રિસેપ્ટર ફેફસાં સિવાય આંતરડાંના કોષોમાં પણ જોવા મળે છે. તાજેતરમાં કરવામાં આવેલ ઘણા રિસર્ચમાં ACE-2 રિસેપ્ટરને સંક્રમણનું માનવામાં આવે છે. સંશોધનકારના જણાવ્યા પ્રમાણે, સંક્રમિત મળથી પણ આંતરડાં સુધી કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. બાળકોમાં જ નહીં પણ મોટા લોકોમાં પણ આવા લક્ષણો જોવા મળે છે.


ધ સનના એક રિપોર્ટમાં લંડનના બલહમ શહેરના રહેવાસી ઇસ્લા હસલમે તેનો અનુભવ શેર કર્યો. ઇસ્લાએ જણઆવ્યું કે, જ્યારે તે કોરોના વાઇરસથી પીડાઈ રહી હતી ત્યારે તેને પેટમાં અજીબ પ્રકારનો દુખાવો થયો. આ ચેપનું પહેલું લક્ષણ હતું. એક દિવસ સવારે ઊઠી તો લાગ્યું કે ફૂડ પોઇઝનિંગ થયું છે. થોડા કલાકો પછી ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો દેખાયાં. રાત સુધીમાં નાક બંધ થઈ ચૂક્યું હતું. આ ખૂબ જ ડરામનો અનુભવ હતો. શરીર જકડાઈ ગયું હતું અને શરીર ભારે લાગી રહ્યું હતું. તેમજ, તાવ પણ આવી ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post