• Home
  • News
  • ટુરિઝમ જ નહીં, ટેરરિઝમનો પણ અડ્ડો છે માલદીવનું અડ્ડુ શહેર, અહીંથી જ ISમાં સૌથી વધુ ભરતી
post

એક સમયે બૌદ્ધ વસ્તી ધરાવતા માલદીવમાં હાલ મુસ્લિમોનું પ્રભુત્વ, વિદેશી પ્રવાસી માટે પણ આકરા ધાર્મિક નિયમો

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-08 17:57:59

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની લક્ષદ્વિપ મુલાકાત મુદ્દે વાંધાજનક ટિપ્પણી કરનારા માલદીવ સરકારના ત્રણ મંત્રીઓ સસ્પેન્ડ કરી દેવાયા છે. પીએમના અપમાન બદલ ભારતીયો પણ રોષે ભરાયા છે. ત્યાંની સરકાર પણ વિવાદને દામવા બંને દેશો વચ્ચેની મિત્રતાનો હવાલો આપી રહી છે. જો બંને દેશોના સંબંધો વધુ વણસે તો તેનું નુકસાન માલદીવને થશે, કારણ કે માલદીવનું અર્થતંત્ર (Maldivian Economy) મહદઅંશે ભારતીય પ્રવાસીઓ પર જ નિર્ભર છે. ત્યાં દર વર્ષે લાખો ભારતીયો રજાઓ ગાળવા જાય છે. જોકે હવે લક્ષદ્વીપ માલદીવની જગ્યા લઈ શકે છે.

બૌદ્ધ વસ્તી ધરાવતા માલદીવમાં મુસ્લિમો વધી ગયા

સુન્ની બહુમતી ધરાવતા માલદીવ વિશે અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે, આ વધુ ઉગ્રવાદ ધરાવતો દેશ છે અને ત્યાં લોકોનું આતંકવાદીઓ (Terrorist) પ્રત્યે નરમ વલણ છે અને તે બાબત ઘણી હદે સાચી છે. એક સમયે બૌદ્ધ વસ્તી ધરાવતો આ દેશ મુસ્લિમ (Muslim) વસ્તીમાં બદલાઈ ગયો છે. હવે સ્થિતિ એવી છે કે, અહીં નૉન-મુસ્લિમોને નાગરિકતા અપાતી નથી. ઇતિહાસકારોનું માનવું છે કે, માલદીવના શાસક ભારતના ચોલ સામ્રાજ્યના હતા. જોકે તે સમયે આ દેશ કેવી રીતે આખો ઈસ્લામિક દેશ બની ગયો? ભારતીય શાસક માલદીવ સુધી કેવી રીતે પહોંચ્યા, આ બાબતે જુદાં-જુદાં મતમતાંતર છે.

ઈતિહાસકારો શું માની રહ્યા છે?

મોટાભાગના ઈતિહાસકારોનું માનવું છે કે, ચોલ સામ્રાજ્ય પહેલા એટલે કે 9મી સદીમાં કલિંગ રાજા બ્રહ્મદિત્યનું શાસન હતું. ત્યારબાદ ચોલ વંશ રાજાશાહી લગ્નો દ્વારા ત્યાં પહોંચ્યા હતા. 11મી સદીમાં માલદીવ પર મહાબર્ણા અદિતેયનું શાસન હતું, જેના પુરાવાઓ હજુ પણ શિલાલેખો પર જોવા મળે છે.

છેવટે બૌદ્ધ રાજાએ પણ ઈસ્લામ અપનાવ્યો

ઈ.સ.પૂર્વ ત્રીજી સદીમાં માલદીવમાં મોટાભાગે બૌદ્ધ વસ્તી હતી. હિન્દૂ રાજાઓ આવ્યા બાદ બંને ધર્મ એક સાથે વધતા ગયા. હાલ ત્યાંના 50થી વધુ ટાપુઓ પર બૌદ્ધ સ્મારકો છે, પરંતુ તેમાંથી મોટાભાગના નષ્ટ થઈ ગયા છે અથવા તો તોડી દેવામાં આવ્યા છે. છેલ્લા બૌદ્ધ રાજા ધોવેમીએ વર્ષ 1153માં ઈસ્લામ ધર્મ અપનાવી લીધો અને તેમનું નામ પડ્યું - મુહમ્મદ ઈબ્ન અબ્દુલ્લા...

ધર્મપરિવર્તન અંગે પુસ્તકમાં ઉલ્લેખ

વાસ્તવમાં આ ટાપુ દેશમાં લાંબા સમયથી વેપારીઓની અવર-જવર રહેતી હતી. શરૂઆતમાં વાત માત્ર વેપાર સુધી હતી, પરંતુ ધીમે ધીમે તેઓ પોતાના ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. રાજાના ધર્મપરિવર્તન બાદ લગભગ તમામ વસ્તીએ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો અને દેશનું ઈસ્લામીકરણ થઈ ગયું. આ વાતનો ઉલ્લેખ ‘નોટ ઑન ધ અર્લી હિસ્ટ્રી ઑફ માલદીવ્સ’ નામના પુસ્તકમાં પણ કરાયો છે.

હાલ માલદીવમાં મુસ્લિમોની કેટલી વસ્તી?

હિન્દ મહાસાગરમાં આવેલા ટાપુ દેશમાં 98 ટકા મુસ્લિમો છે, બાકીના બે ટકા અન્ય ધર્મના છે, પરંતુ તેમને પોતાના ધાર્મિક પ્રતીકોમાં માનવાની તેમજ જાહેરમાં તહેવાર ઉજવવાની મંજૂરી નથી. એટલું જ નહીં, જો કોઈએ માલદીવની નાગરિકતા મેળવવી હોય તો તે મુસ્લિમ, અને તે પણ સન્ની મુસ્લિમ હોવો જરૂરી છે. મિનિસ્ટ્રી ઑફ ઈસ્લામિક અફેયર્સ (MIA) અહીંના ધાર્મિક બાબતોનું નિયંત્રણ કરે છે.

વિદેશી પ્રવાસીઓ પર ધાર્મિક બંધન

માલદીવમાં ટાપુઓની મોજ માણવા ગયેલા વિદેશી પ્રવાસીઓ પર પણ કેટલાક ધાર્મિક નિયમો લાગુ પડે છે. પ્રવાસીઓને ત્યાં પોતાના ધર્મની પ્રેક્ટિસ કરવાની મનાઈ છે. તેઓ જાહેરમાં પૂજા-પાઠ પણ ન કરી શકે. 

અમેરિકાનો માલદીવ અંગેનો રિપોર્ટ

યૂએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે વર્ષ 2022માં માલદીવ અંગેનો ‘રિલીજિયસ ફ્રીડમ’ રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમાં જણાવાયું છે કે, ટાપુ પર ભગવાનની મૂર્તિઓ સ્થાપવાના ગુનામાં 3 ભારતીય પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશમાં લગભગ 29 હજાર ભારતીયો રહે છે, તેમાંથી કેટલાકે ઈસ્લામ અપનાવ્યો હતો અથવા તો પોતાનો ધર્મ છુપાવીને રહેતા હશે.

ધર્મપરવિર્તન પર કડક સજા

માલદીવમાં કટ્ટરપંથ એટલી હદે ખતરનાક છે કે, ત્યાં ધર્મ પરિવર્તનની પણ મંજૂરી નથી. જો કોઈપણ મુસ્લિમ નાગરિક પોતાની ઈચ્છાથી અન્ય ધર્મ અપનાવે તો મિનિસ્ટ્રી ઑફ ઈસ્લામિક અફેયર્સ હેઠળ તેને કડક સજા ફટકારાય છે. અમેરિકાના રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ધર્મ પરિવર્તન કરનારાઓને શરિયા કાયદા હેઠળ મોતની સજા અપાય છે, જોકે માલદીવ સરકારે આ મામલે ક્યારે કોઈ સીધું નિવેદન આપ્યું નથી.

માલદીવનો ISIS સાથે સંબંધ?

લગભગ 12 ટાપુઓના દેશ વિશે એવું માનવામાં આવે છે કે, ત્યાં સૌથી વધુ કૈપિટા વસ્તીના યુવાઓ ઈસ્લામી સ્ટેટ માટે લડવા ગયા. યૂએસ ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રેજરીના જણાવ્યા મુજબ વર્ષ 2014થી 2018ની શરૂઆત સુધીમાં ત્યાંથી અઢીસોથી વધુ લોકો ISISમાં ભરતી થવા સીરિયા જતા રહ્યા, જે જનસંખ્યા મુજબ વિશ્વમાં સૌથી વધુ છે. આમાંથી ઘણા લોકો માર્યા ગયા છે, જ્યારે મોટાભાગના માલદીવિયન મહિલાઓ ઉત્તર પૂર્વ સીરિયાના કેમ્પોમાં છે. તેમને પરત લાવવા ખુદ માલદીવની સરકારે નેશનલ રીઈન્ટીગ્રેશન સેન્ટર બનાવેલું છે અને તે અન્ય દેશોના સંપર્કમાં છે.

માલદીવનું અડ્ડૂ શહેર ઈસ્લામીક ઉગ્રવાદીઓનો ગઢ

અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ માલદીવનો અડ્ડૂ શહેર ઈસ્લામિક ઉગ્રવાદીઓનો ગઢ છે. 2018 બાદ આ શહેર સક્રિય થયું અને સતત ISISની વિચારધારા પર કામ કરવા લાગ્યું. ત્યાં ઘણા ઉગ્રવાદી જૂથો કામ કરે છે, જે ISIS-K (અફઘાનિસ્તાન સ્થિત ISIS શાખા)નાા સીધા સમર્થક છે. ત્યાં અડ્ડો જમાવીને બેઠેલા લીડર સહિત બાકીના જૂથો ઈસ્લામિક સ્ટેટ સુધી IED અને ઉગ્રવાદીઓ મોકલવાનું કામ કરે છે. ઉપરાંત યુવાઓને ભડકાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. ત્યાંના ઘણા લોકો અલ-કાયદાનું પણ સમર્થન કરે છે.

ઘણાં ઉગ્રવાદી જૂથો એકસાથે સક્રિય

  • કુડા હેનવીરુ (Kuda Henveyru) નામના સંગઠનના 3 લીડર છે, જે ISIS માટે ફંડ જમા કરવાનું કામ કરે છે.
  • ઘણી કંપનીઓ પીઠ પાછળ આતંકવાદી પ્રવૃત્તિઓ પણ કરી રહી છે. અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને સ્ટ્રીટ મોટર સર્વિસિઝ તેમાંથી એક છે.
  • ઈસ્લામિક ઉગ્રવાદીઓનો મોટાભાગની કંપનીઓ પર કબજો છે. તેઓ કંપની દ્વારા ફન્ડિંગ અને આતંકીઓ તૈનાત કરવાના કામ કરે છે. આમાંથી કેટલીક કંપનીઓ સામે અમેરિકાએ કડક વલણ અપનાવતા માલદીવ સરાકારે પણ કાર્યવાહી કરી હતી.
  • અમેરિકાએ ગત વર્ષે ઓગસ્ટમાં અડ્ડૂ શહેરના 20 લીડરો પર ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધનો આક્ષેપ કર્યા બાદ તેમના પર પ્રતિબંધ લાદી દીધો.

adv

Related News

post
post
post
post
post
post
post