• Home
  • News
  • કોરોના વેક્સિનેશન પર કેન્દ્રને નોટિસ:દિલ્હી હાઈકોર્ટે કહ્યું- આપણાં નાગરિકોને વેક્સિન આપવાને બદલે સરકાર તેને વિદેશોમાં દાન કરી રહી છે
post

બાર કાઉન્સિલ ઓફ દિલ્હીના ચેરમેનના બુધવારે એક લેટર લખીને અદાલતી કામકાજથી જોડાયેલાં લોકોને ફ્રંટલાઈન વર્કર માનવાની માગ કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 11:11:57

દિલ્હી હાઈકોર્ટે દેશમાં કોરોના વેક્સિનને પુરી ક્ષમતાથી ઉપયોગ ન કરવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે કહ્યું કે વેક્સિન કંપનીઓની પાસે તેને બનાવવા અને સપ્લાઈ કરવાની ક્ષમતા છે. આપણે દરેક વસ્તુઓ પર પ્રતિબંધ લગાડવાનું વિચારીને તેનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી રહ્યાં. કોર્ટે જણાવ્યું કે સરકાર ભારતીય નાગરિકોને વેક્સિન લગાવવાને બદલે વિદેશોમાં વેક્સિન દાન કરી રહી છે કે તેનું વેચાણ કરી રહી છે.

હાઈકોર્ટે જ્યૂડિશિયલ સિસ્ટમમાં કામ કરવાવાળા લોકોને ફ્રંટલાઈન વર્કર માનવામાં આવતી માગની અરજીને જનહિતની અરજી ગણી, તેના પર ગુરૂવારે સુનાવણી કરી. આ અરજીમાં જજ, કોર્ટ સ્ટાફ અને વકીલોને વેક્સિન લગાડવાની માગ કરવામાં આવી છે. તો કેન્દ્ર અને દિલ્હી સરકાર સહિત કોરોના વેક્સિન બનાવી રહેલી ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ આપવામાં આવી છે.

કોર્ટે ચારેય પક્ષોને સવાલો પૂછ્યા

·         કોરોના વેક્સિન બનાવી રહેલી ભારત બાયોટેક (કોવેક્સિન) અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (કોવીશિલ્ડ)ને એફિડેવિટ કરી વેક્સિન બનાવવાની કેપિસિટિ જણાવવાનું કહ્યું છે.

·         કેન્દ્ર સરકારને કહ્યું કે તે વેક્સિન માટે ટ્રાંસપોર્ટ કેપિસિટિની જાણકારી આપે. વેક્સિનેશન માટે લોકોના ક્રાઈટેરિયા નક્કી કરવાનું કારણ પણ જણાવે.

·         દિલ્હી સરકારને કોર્ટ પરિસરમાં મેડિકલ ફેસિલિટીની સમીક્ષા કરવા અને તે જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે શું ત્યાં વેક્સિનેશન સેન્ટર બનાવી શકાય છે.

·         સરકારે વેક્સિનેશનના બીજા ફેઝમાં 60 વર્ષથી વધુ ઉંમરવાળા કે 45 વર્ષથી વધુ ઉંમરવાળા. ગંભીર બીમારીના દર્દીને વેક્સિન લગાવવાની મંજૂરી આપી છે. કોર્ટે દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન અને બાર કાઉન્સિલ ઓફ દિલ્હીથી સોગંદનામું દાખલ કરીને તે જણાવવાનું કહ્યું છે કે કેટલા લોકો હાલના નિયમના દાયરામાં આવશે અને કેટલા લોકો તેનાથી બહાર રહી જશે.

બાર કાઉન્સિલના પત્રને જનહિતની અરજી માનવામાં આવી
બાર કાઉન્સિલ ઓફ દિલ્હીના ચેરમેનના બુધવારે એક લેટર લખીને અદાલતના કામકાજ સાથે જોડાયેલાં લોકોને ફ્રંટલાઈન વર્કર માનવાની માગ કરી હતી. કોર્ટે તેને જનહિત અરજી માનીને આ અંગે સંજ્ઞાન લીધું છે. કોર્ટે કહ્યું કે આ સમયની જરૂરિયાત છે કે મહામારીને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોને વેક્સિનેશન કરવામાં આવે. તેનાથી તે તમામ લોકોના જીવન અને સ્વાસ્થ્યને બચાવી શકાશે, જે લોકો કામને કારણે ઘરથી બહાર નીકળે છે. આ મામલાની આગામી સુનાવણી 10 માર્ચનાં રોજ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post