• Home
  • News
  • હવે વિશ્વની વધુ એક મોટી કંપની કમર્ચારીઓને હાંકી મૂકશે, 100થી વધુ હેડઓફિસમાંથી કાઢશે
post

છટણીનો હેતુ સંસ્થાને સરળ બનાવવાનો છે જેથી કંપની વધુ કુનેહથી કામ કરી શકે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-06 19:53:33

અમદાવાદટ્વિટર, એમેઝોન, ફેસબુક બાદ હવે વિશ્વની વધુ એક મોટી પેપ્સિકો કંપની પણ કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે. પેપ્સિકો ઇન્ક તેની ન્યૂયોર્ક હેડ ઓફિસના નાસ્તા અને પીણા એકમોમાંથી 100થી વધુ કર્મચારીઓને છૂટા કરવાની યોજના ધરાવે છે. કંપની સરળ બનાવવાના ઈરાદાથી આ નિર્ણય લીધો છે. જો કે, પેપ્સીકોના પ્રવક્તાએ હજુ સુધી છટણી અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

છટણીનો હેતુ સંસ્થાને સરળ બનાવવાનો છે જેથી કંપની વધુ કુનેહથી કામ કરી શકે.
કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં પેપ્સિકોએ કર્મચારીઓને જણાવ્યું હતું કે છટણીનો હેતુ સંસ્થાને સરળ બનાવવાનો છે જેથી કંપની વધુ કુનેહથી કામ કરી શકે. પીણાંના વ્યવસાયમાં કાપ ભારે હશે કારણ કે સ્નેક્સ યુનિટે પહેલેથી જ સ્વૈચ્છિક નિવૃત્તિ કાર્યક્રમ અંતર્ગત પણ કર્મચારીઓની છટણી કરી છે.

અમેરિકન બજાર પર મંદીની અસરથી કંપનીઓ તેમજ ઉદ્યોગો અસ્થિર
અનિશ્ચિત આર્થિક વાતાવરણ અને ફુગાવાની દ્રઢતાએ વિવિધ ઉદ્યોગોમાં કંપનીઓને અસ્થિર કરી દીધી છે અને તેમને ખર્ચ ઘટાડવા માટે પ્રેરિત કર્યા છે. નેશનલ પબ્લિક રેડિયો વધુ ભરતી પર પ્રતિબંધ મૂકી રહ્યું છે અને વોર્નર બ્રધર્સ ડિસ્કવરી ઇન્કનું સીએનએન પણ નોકરીઓમાં કપાત કરી રહ્યું છે. દરમિયાન એમેઝોન ,એપલ અને મેટા સહિત મોટી ટેક કંપનીઓ પણ હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે. આ સાથે જ અમેરિકન બજાર પર મંદીની અસર જોવા મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post