• Home
  • News
  • ભાજપના નેતાઓને હવે તો બહાર નીકળી પ્રજા વચ્ચે જવા માટે મુખ્યમંત્રીએ આદેશ કરવો પડ્યો
post

કોરોના યોદ્ધા બની પ્રજાની સમસ્યા અને મૂંઝવણો દૂર કરવા મતવિસ્તારમાં જવા ધારાસભ્યોને પણ સૂચના

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 12:13:06

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કહેર અને લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહેલા ભાજપના નેતાઓ ને હવે તો બહાર નીકળીને પ્રજાની વચ્ચે જઈને તેમની સમસ્યા અને મૂંઝવણો દૂર કરવા અને કોરોના યોદ્ધા તરીકે હવે તો કામે લાગી જવા નો આદેશ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો.


મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્યો-સાંસદોને કોરોના સામે લડવા હાકલ કરી
કોરોના વોરિયર અભિયાનમાં ભાજપ સરકારના તમામ ધારાસભ્યો સાંસદો અને ભાજપ સંગઠનના આગેવાનોને મેદાનમાં ઉતારવા માટે મુખ્યમંત્રીએ હાકલ કરવી પડી હતી. તાજેતરમાં જ વીડિયો કોન્ફરન્સથી તમામ ધારાસભ્યો સાંસદો અને જિલ્લા પ્રમુખોને જન જાગૃતિ અભિયાનમાં જોડાવવા અને નાગરિકોને માહિતગાર કરવા અપીલ કરી છે. જીતશે ગુજરાત હારશે કોરોનાના વિજય મંત્ર સાથે રાજ્યના પ્રત્યેક નાગરિકની માહિતગાર કરવા માટે ભાજપના તમામ ધારાસભ્યો સાંસદો અને પક્ષના તમામ પદાધિકારીઓ કોરોના સામેની લડાઈમાં યોદ્ધા તરીકે જોડાય તે માટે મુખ્યમંત્રીએ હાકલ કરી હતી. 


ભાજપના નેતાઓ નાગરિકો વચ્ચે જઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરશે
કોન્ફરન્સથી ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોને આગેવાનોને કોરોના સંક્રમણ સાથે સીધા યુદ્ધનો પ્રારંભ કરાવી ભાજપના ધારાસભ્યો સાંસદો અને જિલ્લાના પદાધિકારીઓ તેમના મતક્ષેત્રમાં પૂર્ણ સંક્રમિત કેસો અંગે નાગરિકોને માહિતગાર કરવાની સૂચના આપવામાં આવી હતી.જેથી રાજ્ય સરકારના આ નવતર અભિગમથી જનપ્રતિનિધિઓ તેમના મત ક્ષેત્રમાં કોરોનાવાયરસ નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા અને જાહેરમાં નહીં થૂંકવા સહિત સ્વચ્છતા અંગેની તમામ જાણકારી નાગરિકો વચ્ચે જઈને આપશે.

adv

Related News

post
post
post
post
post
post
post