• Home
  • News
  • હવે જાપાનીઝ એરલાઇન્સ પોકેમોન થીમ સાથે ઉડાન ભરશે:ફ્લાઇટ 4 જૂનથી ડોમેસ્ટિક- ઇન્ટરનેશનલ રૂટ પર ઉડાન ભરશે, ભાડું રૂ. 3.5 લાખ
post

પીકાચુ જેટમાં 40 બિઝનેસ ક્લાસ, 14 પ્રીમિયમ ઈકોનોમી અને 192 ઈકોનોમી ક્લાસ સીટ સાથે 246 મુસાફરો બેસી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 19:02:31

ટોક્યો: પોકેમોન કેરેક્ટર્સ જાપાનના ઓલ નિપ્પોન એરવેઝ (ANA) વિમાનોમાં પણ દેખાશે. નોંધનીય છે કે, ANA એ પોકેમોન કેરેક્ટર પીકાચુને તેનું બોઇંગ 787-9 સમર્પિત કર્યું છે.

આ વિમાનને Pikachu Jet NH નામ આપવામાં આવ્યું છે. પિકાચુ સાથે જોડાયેલી વસ્તુઓ માત્ર પ્લેનની બહાર જ નહીં પરંતુ અંદર પણ દેખાશે. મુસાફરોને તેને લગતી ચીજવસ્તુઓ પણ વેચવામાં આવશે.

ANA અને પોકેમોન કંપની વચ્ચે ગઠબંધન કરીને પિકાચૂ એર એડવેન્ચર નામની કંપની બનાવવામાં આવી છે. જેના હેઠળ ખાસ રીતે વિમાનોને પિકાચૂ થીમમં પેઇન્ટ કરવામાં આવશે.

પિકાચૂ થીમ જેટ વિમાનની ખાસિયત

·         પીકાચુ જેટમાં 40 બિઝનેસ ક્લાસ, 14 પ્રીમિયમ ઈકોનોમી અને 192 ઈકોનોમી ક્લાસ સીટ સાથે 246 મુસાફરો બેસી શકે છે.

·         આ જેટ 4 જૂન, 2023થી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડાન ભરશે.

·         ટોક્યોથી સિએટલ સુધીનું તેનું પ્રીમિયમ ઇકોનોમી ક્લાસનું ભાડું રૂ. 1.8 લાખથી રૂ. 3.5 લાખ સુધીનું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post