• Home
  • News
  • હવે કોઈ નહીં લઈ શકે તમારા WhatsApp DPનો સ્ક્રીનશૉટ, Meta લાવી રહ્યું છે નવું ફીચર
post

રિપોર્ટ અનુસાર હવે જ્યારે કોઈ યૂઝર કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયત્ન કરે છે તો તેમને ઈમેજની નીચે ‘Can’t take a screenshot due to app restrictions’ મેસેજ લખેલો જોવા મળી રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 17:51:40

વ્હોટ્સએપ છેલ્લા ઘણા મહિનાથી પોતાના યૂઝર્સની સેફ્ટીને લઈને સતત આકરા પગલા ઉઠાવી રહ્યુ છે. વ્હોટ્સએપે તાજેતરમાં જ ફેક ન્યૂઝ, ડીપફેક્સ અને AI-જનરેટેડ ખોટી માહિતીને રોકવા માટે હેલ્પલાઈન લોન્ચ કરવાની જાણકારી આપી હતી અને હવે ખબર છે કે વ્હોટ્સએપના નવા ફંક્શનની સાથે યૂઝર્સ કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઈ શકશે નહીં. 

વ્હોટ્સએપ સાથે જોડાયેલી માહિતીને ટ્રેક કરનાર પબ્લિકેશન WABetaInfoએ લેટેસ્ટ વ્હોટ્સએપ બીટા એન્ડ્રોયડ એપ પર નવા ફિચરને જોયુ. યૂઝર્સ Google Play Storeથી વ્હોટ્સએપ બીટા એપ (WhatsApp Beta App) ને ડાઉનલોડ કરી શકે છે. નવા ફીચર દ્વારા વ્હોટ્સએપનો ઈરાદો યૂઝર પ્રાઈવસીને વધારવાનો છે જેથી કોઈ પણ યૂઝરની સંમતિ વિના પર્સનલ ફોટોને ડાઉનલોડ અને શેર કરી શકે નહીં. 

રિપોર્ટ અનુસાર હવે જ્યારે કોઈ યૂઝર કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયત્ન કરે છે તો તેમને ઈમેજની નીચે ‘Can’t take a screenshot due to app restrictions’ મેસેજ લખેલો જોવા મળી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે વ્હોટ્સએપમાં આવનારુ આ નવુ ફીચર Snapchat અને પેમેન્ટ એપ્સ Paytm અને Google Pay ની જેમ છે. આ એપ્સમાં પણ યૂઝર્સ સ્ક્રીનશોટ લઈ શકતા નથી. જોકે, હજુ પણ તમે કોઈ બીજા યૂઝરની પ્રોફાઈલ પિક્ચરને સેકન્ડરી ડિવાઈસ જેમ કે ફોન કે કેમેરાથી કેપ્ચર કરી શકો છો.

એવુ લાગે છે કે પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ બ્લોક કરનાર ફંક્શનની સાથે વ્હોટ્સએપ હેરેસમેન્ટ અને ખોટી ઓળખના જોખમને ઘટાડવા ઈચ્છે છે. સ્ક્રીનશોટ બ્લોક ફીચર હાલ ખૂબ ઓછા બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે પરંતુ આગામી અઠવાડિયામાં આ ફીચરને તમામ યૂઝર્સ માટે રોલ આઉટ કરી દેવામાં આવશે. 2019માં વ્હોટ્સએપે કોઈ અન્ય યૂઝરની પ્રોફાઈલ પિક્ચરને ડાઉનલોડ કરવાની સુવિધાને બંધ કરી દીધી હતી. 


adv

Related News

post
post
post
post
post
post
post