• Home
  • News
  • અમેરિકાએ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો
post

અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FDA)એ પાકિસ્તાનના પાયલટના સર્ટિફિકેટને લઈને ચિંતા વ્યક્ત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 09:29:16

વોશિંગ્ટન: બોગસ પાયલટોના મુદ્દે હવે અમેરિકાએ પણ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સ (PIA) ઉપર કાર્યવાહી કરી છે.અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન વિભાગે કહ્યું છે કે પાકિસ્તાનના પાયલોટના લાયસન્સ અને સર્ટિફિકેટને લઈને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FDA)એ ચિંતા વ્યક્ત કરી હતી. અમે PIAથી અમેરિકામાં ચાર્ટર પ્લેન્સ ઓપરેટ કરવાની પરમિશન પરત લીધી છે. અમેરિકામાં PIAની ચાર્ટર સેવાની પરમિટ રદ્દ કરાઈ છે.

કુવૈત, ઈરાન, જોર્ડન અને UAE જેવા મુસ્લિમ દેશ પહેલેથી જ PIA અને પાકિસ્તાન પાયલટ ઉપર બેન મૂકી ચૂક્યા છે. ત્યાર પછી વિયતનામ, બ્રિટન અને મલેશિયાએ પણ આ નિર્ણય લીધો છે. તેની સાથે યુરોપીય યૂનિયન સેફ્ટી એજન્સીએ પોતાના 32 સભ્ય દેશોને કહ્યું છે કે તેઓ તાત્કાલિક પાકિસ્તાનના પાયલટ ઉપર બેન લગાવે.

34 પાયલટ્સની નોકરી ગઈ
પાકિસ્તાને 34 પાયલટોના લાયસન્સને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ તમામના લાયસન્સ શંકાના ઘેરામાં છે. મીડિયા  રિપોર્ટ મુજબ નોકરીમાંથી હટાવવામાં આવેલા પાયલટોમાં બે મહિલા પાયલટ પણ છે. એવિએશન મિનિસ્ટ્રીએ કહ્યું છે કે આ કેસ સામે આવ્યા પછી અમારી પ્રતિષ્ઠા જોખમમાં છે. પાકિસ્તાનની આ સરકારી એરલાયન્સમાં 850 પાયલટ છે. તેમાંથી 262 પર પ્લેન ઉડાવવાનો  પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ તમામ પાયલટના લાયસન્સ, ફ્લાય ઓકે સર્ટિફિકેટ અને ડિગ્રીઓની તપાસ થઈ રહી છે.

કઈ રીતે પ્રકાશમાં આવ્યું કૌભાંડ
22
મેના રોજ કરાચીમાં PIA(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)નું પ્લેન ક્રેશ થયું. 25 જૂને તેનો તપાસ રિપોર્ટ સંસદમાં રજૂ થયો. એવિએશન મિનિસ્ટરે કહ્યું- અકસ્માત પાયલટની ભૂલથી થયો છે. તેઓ કોરોનાની ચર્ચા કરી રહ્યાં હતા. નાદાર થવાને આરે રહેલ  PIAની મુશ્કેલી વધી રહી છે. ગુરુવારે સંસદમાં વિપક્ષે એ વાત પર સવાલ ઉઠાવ્યા હતા જેમાં એવિએશન મિનિસ્ટર ગુલામ સરવર ખાને કહ્યું હતું કે દેશમાં 40 ટકા પાયલટ બોગસ છે. વિપક્ષે કહ્યું કે ખાને દેશની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દીધી.

 

adv

Related News

post
post
post
post
post
post
post