• Home
  • News
  • ઓસ્ટ્રેલિયામાં હવે આ ભારતીય ભાષા અભ્યાસક્રમમાં ઉમેરાઈ, ભારત સરકારે કરી પ્રસંશા
post

ઓસ્ટ્રેલિયા સરકારે તેના શાળાના અભ્યાસક્રમમાં પંજાબીને નિર્ધારિત વિષય તરીકે માન્યતા આપી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-01 17:13:59

ઓસ્ટ્રેલિયા સરકારે તેના શાળાના અભ્યાસક્રમમાં પંજાબીને નિર્ધારિત વિષય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણા સમયથી તેની માંગ કરવામાં આવી રહી હતી, હવે તે માંગને સરકારે સ્વીકારતા નવી શિક્ષણ નીતિમાં પંજાબી ભાષાનો સમાવેશ કર્યો છે. આ નિર્ણયબાદ ભારત સરકાર અને ભારતીયો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

ઘણા દેશોમાં પણ શાળાના અભ્યાસક્રમમાં હિન્દી-પંજાબીનો સમાવેશ કરવાની માંગણી 
2011ની વસ્તી ગણતરી મુજબ ઓસ્ટ્રેલિયામાં શીખોની વસ્તી 210,000થી વધુ હતી જે હવે લગભગ બમણી થઈ ગઈ છે. આ નિર્ણય તે દેશોને પણ પ્રેરિત કરશે, કે જ્યાં તાજેતરના દાયકાઓમાં ભારતીયોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ફિજી, મોરેશિયસ, અમેરિકા, ઈંગ્લેન્ડ જેવા ઘણા દેશો છે જ્યાં ભારતીય લોકો હિન્દી-પંજાબી બોલે છે અને તેમને જોઈને અન્ય લોકો પણ ભારતીય ભાષાઓ બોલવા લાગ્યા છે. અન્ય ઘણા દેશોમાં પણ શાળાના અભ્યાસક્રમમાં હિન્દી-પંજાબીનો સમાવેશ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયામાં પ્રિ-પ્રાઈમરીથી લઈને 12મા ધોરણ સુધીના કોર્સમાં પંજાબી શીખવવામાં આવશે
નવા નિર્ણય હેઠળ હવે ઓસ્ટ્રેલિયામાં પ્રિ-પ્રાઈમરીથી લઈને 12મા ધોરણ સુધીના કોર્સમાં પંજાબી શીખવવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ શીખોની વસ્તી વિક્ટોરિયામાં છે, ત્યારબાદ ન્યુ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડ આવે છે. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પંજાબીઓની વસ્તી લગભગ 10 ટકા છે.

adv

Related News

post
post
post
post
post
post
post