• Home
  • News
  • હવે તમે મોબાઈલ વોલેટ દ્વારા પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશો, KYC કરાવવા પર સુરક્ષા મળશે
post

મોબાઈલ વોલેટથી આ સુવિધા તે લોકોને મળશે જેમને KYCના તમામ ધોરણો પૂરા કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-10 17:00:26

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મોબાઈલ વોલેટથી કેશ વિડ્રોઅલ કરવાની અને મર્ચન્ટ પેમેન્ટની મંજૂરી આપી છે. આવનાર સમયમાં મોબાઈલ વોલેટથી પેમેન્ટ સિવાય ફંડ ટ્રાન્સફર અને ફંડ રિસીવ પણ કરી શકાશે. જો કે, અત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે ન તો તેમની પાસે અકાઉન્ટ છે અને ન વોલેન્ટ કંપનીઓની પાસે પોતાનું ATM છે. આવી સ્થિતિમાં તેઓ કેવી રીતે ATMમાં પોતાના વોલેટમાંથી પૈસા ઉપાડી શકાશે અથવા કોઈ મર્ચન્ટને ચૂકવણી કરી શકશે.

આ રીતે ATMમાંથી પૈસા ઉપાડી શકાશે
એક પેમેન્ટ કંપની પેવર્લ્ડ મનીના ડાયરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસ પ્રવીણ ધાબાઈના અનુસાર, મોબાઈલ વોલેટ કંપનીઓ તેમના ગ્રાહકોને પ્રીપેડ કાર્ડ જારી કરશે. આ કાર્ડનો ઉપયોગ કરીને તેઓ ATMમાંથી પૈસા ઉપાડી શકે છે અને મર્ચન્ટ સ્ટોર્સ પર કાર્ડ સ્વાઈપ કરી શકે છે. પેવર્લ્ડ મનીની પાસે મોબાઈલ વોલેટ પણ છે.

2018માં મોબાઈલ વોલેટને લઈને ગાઈડલાઈન જાહેર કરી હતી
ઓક્ટોબર 2018માં RBIએ મોબાઈલ વોલેટને લઈને માર્ગદર્શિકા જાહેર કરી હતી. ત્યારે વોલેટને UPIના માધ્યમથી મની ટ્રાન્સફર કરવાની અને RuPay અને વીઝા નેટવર્ક પર પ્રીપેડ કાર્ડ જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અત્યાર સુધી આ વૈકલ્પિક હતું અને ફક્ત થોડા લોકો તેને લેવાના હતા. પરંતુ તાજેતરમાં મોનિટરી પોલિસીમાં RBIએ પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI)ને ઇન્ટરઓપરેબલ કરવા ફરજિયાત બનાવ્યું છે.

નોટિફિકેશનના અનુસાર, ઈન્ટરઓપરેબિલિટી 3 ફેઝમાં હશે. સૌથી પહેલા વોલેટ UPIમાં સામેલ થશે. બીજામાં, વોલેટને UPIનો ઉપયોગ કરીને બેંક ખાતામાં મની ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવશે. ત્રીજા અને અંતિમ તબક્કામાં PPIને કાર્ડ જારી કરવાની મંજૂરી આપવામાં આવશે. પ્રવીણ ધાભાઈના અનુસાર, અત્યારે વોલેટ યુઝર આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ (AEPS)નો ઉપયોગ કરી શકતા નથી, જે બેંક પ્રદાન કરે છે. કેમ કે, મોટાભાગના યુઝર તેમના વોલેટને આધાર સાથે લિંક નથી કરતા.

આ સુવિધાનો ફાયદો લેવા માટે KYC જરૂરી
મોબાઈલ વોલેટથી આ સુવિધા તે લોકોને મળશે જેમને KYCના તમામ ધોરણો પૂરા કર્યા છે. PPIને બેંક અકાઉન્ટની જેમ ઉપયોગ કરતા પહેલા KYC કરાવવું પડશે અને તેમાં તમામ જરૂરી ડિટેલ આપવી પડશે. એડ્રેસ પ્રૂફનું વેરિફિકેશન સૌથી મહત્ત્વનું હશે અને વીડિયો KYC અથવા ઈન-પર્સન વેરિફિકેશન બાદ જ આ સુવિધા મળશે.

શું છે મોબાઈલ વોલેટ?
તે તમારા સ્માર્ટફોનમાં હાજર એક વર્ચ્યુઅલ વોલેટ છે જેમાં પૈસા ડિજિટલ મની તરીકે સ્ટોર કરવામાં આવે છે. એટલે કે તે એક ડિજિટલ પર્સ છે જેમાંથી પૈસાને ઉપાડીને તમે પૈસાની લેવડદેવડ અને પેમેન્ટ કરી શકો છો. સુરક્ષાના હિસાબથી પણ મોબાઈલ વોલેટને યોગ્ય માનવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post