• Home
  • News
  • NSA અજિત ડોવાલ: જાણો તેમને કેમ કહેવાય છે ભારતના ‘જેમ્સ બોન્ડ’
post

વર્ષ 2019માં NSA પદ પરથી નિવૃતિ પછી અજિત ડોવાલને ફરી એકવાર પાંચ વર્ષની નિયુક્તિ આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 09:24:11

બાલાકોટ સ્ટ્રાઈક હોય, સર્જિકલ સ્ટ્રાઈક હોય કે પછી કાશ્મીરમાં કોઈ નવા-જૂની. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. ભારતમાં વર્ષો પહેલાં સૌથી નાની ઉંમરના યુવા આઈપીએસ ઓફિસર બનેલા અજિત ડોવાલના દિમાગને દુશ્મન દેશ પણ માને છે. આજે તેમનો જન્મદિવસ છે તો આવો તેમના વિશે કેટલીક અનકહી વાતો જાણીએ.

વર્ષ 2019માં NSA પદ પરથી નિવૃતિ પછી અજિત ડોવાલને ફરી એકવાર પાંચ વર્ષની નિયુક્તિ આપવામાં આવી. જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા ક્ષેત્રમાં તેમના ઉલ્લેખનીય કાર્યને જોતાં કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ મોદી સરકારમાં તેમને આપવામાં આવ્યો છે. આ પહેલાં તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળેલો હતો.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલને ઈન્ડિયાના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. તેની પાછળ તેમના આઈપીએસ ઓફિસરનું માસ્ટર માઈન્ડ છે. તે એક એવા ભારતીય છે જે ખુલ્લેઆમ પાકિસ્તાનને ચેતવણી આપતાં ડરતા નથી.

તે પાકિસ્તાનના દૂતાવાસમાં 6 વર્ષ તહેનાત રહ્યા. કહેવામાં આવે છે કે કે ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ માહિતી મેળવવા માટે લાહોરમાં મુસ્લિમ બનીને ફર્યા. તે ભારતના એવા નાગરિક છે જેમને સૈન્ય સન્માન કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવે છે. આ સન્માન મેળવનારા તે પહેલા પોલીસ ઓફિસર છે.

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં 20 જાન્યુઆરી 1945માં અજિત ડોવાલનો જન્મ થયો હતો. તેમના પિતા ઈન્ડિયન આર્મીમાં હતા. અજમેર મિલિટરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યા પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ.

1968 કેરળ બેચના આઈપીએસ ઓફિસર અજિત ડોવાલ પોતાની નિયુક્તિના ચાર વર્ષ પછી 1972માં ઈન્ટેલિજન્સ બ્યૂરો સાથે જોડાઈ ગયા હતા. ડોવાલે કારકિર્દીમાં મોટાભાગનો સમય ગુપ્તચર વિભાગમાં જ કામ કર્યુ છે. કહેવામાં આવે છે કે તે સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં ગુપ્ત જાસૂસ રહ્યા.

વર્ષ 2005માં એક તેજ તર્રાર ગુપ્તચર ઓફિસરના રૂપમાં સ્થાપિત અજિત ડોવાલ ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર પદેથી નિવૃત થઈ ગયા.

NSA અજિત ડોવાલની મહત્વની કામગીરી:

1989માં અજિત ડોવાલે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ચરમપંથીઓના કાઢવા માટે ઓપરેશન બ્લેક થંડરનું નેતૃત્વ કર્યુ.

તેમણે પંજાબ પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ સાથે મળીને ગુપ્તતર બ્યૂરોના અધિકારીઓની ટીમ સાથે મહત્વની ભૂમિકા ભજવી.

જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરો અને શાંતિના પક્ષધર લોકોની વચ્ચે કામ કરતાં ડોવાલે અનેક આતંકીઓનું સરેન્ડર કરાવ્યું.

33 વર્ષ સુધી નોર્થ-ઈસ્ટ, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં ગુપ્તચર જાસૂસ રહ્યા. જ્યાં તેમણે અનેક ઓપરેશન કર્યા.

30 મે 2014માં પીએમ મોદીએ અજિત ડોવાલને દેશના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા.

ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન તેમણે એક જાસૂસની ભૂમિકા ભજવી. અને ભારતીય સુરક્ષા દળ માટે મહત્વપૂર્ણ ખાનગી માહિતી ઉપલબ્ધ કરાવી. જેની મદદથી સૈન્ય ઓપરેશન સફળ રહ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post