• Home
  • News
  • નેપાળના PMનું વિવાદાસ્પદ નિવેદન / ઓલીએ કહ્યું-મૂળ અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં છે,ભગવાન રામ પણ નેપાળી
post

કેપી શર્મા ઓલીએ કહ્યું- નેપાળે સીતા આપ્યા અને નેપાળે જ ભગવાન રામ આપ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-14 11:30:10

કાઠમંડુ: સરહદને લગતા વિવાદ વચ્ચે નેપાળે વધુ એક દુષ્પ્રચાર શરૂ કર્યો છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ એક નિવેદન આપ્યુ છે કે ભગવાન રામ ભારતીય નહીં પણ નેપાળી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે મૂળ અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં છે.
ઓલીએ તેમના નિવાસ સ્થાને યોજાયેલા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યુ છે. તેમણે ભારત પર સાંસ્કૃતિક અત્યાચારનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વિજ્ઞાન માટે નેપાળે જે યોગદાન આપ્યુ છે તેને હંમેશા નજરઅંદાજ કરવામાં આવ્યુ છે.

બીરગંજ પાસે હતી અયોધ્યા-ઓલી
ઓલીએ કહ્યું કે અમારું હંમેશા એવું માનવું રહ્યું છે કે અમે રાજકુમાર રામને સીતા આપ્યા. પણ, અમે ભગવાન રામ પણ આપ્યા છે. અમે રામ અયોધ્યાથી આપ્યા, પણ તે ભારતમાંથી નહીં. તેમણે દાવો કર્યો હતો કે અયોધ્યા કાઠમંડુથી 135 કિલોમીટર દૂર બીરગંજનું એક નાનુ ગામ થોરી હતું. અમારા પર સાંસ્કૃતિક દમન (Cultural Oppression) કરવામાં આવ્યું છે અને હકીકત સાથે ચેડા કરવામાં આવ્યા છે.

સીમા વિવાદ વચ્ચે વિવાદિત નિવેદન
ઓલીનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. નેપાળે તેના નવા રાજકીય નકશાને મંજૂરી આપી છે. તેમા તિબ્બત, ચીન અને નેપાળને જોડાયેલા સીમા પર આવેલા ભારતીય ક્ષેત્ર કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરાને નેપાળનો ભાગ દર્શાવ્યો છે.

ઓલી પોતાના ઘરમાં જ ઘેરાયા છે 
ઓપીએ આ નિવેદન એવા સમયે આપ્યુ છે કે જ્યારે તેઓ પોતાના પક્ષ NCPમાં અલગ-થલગ પડી ગયા છે. પક્ષના નેતાઓ જ તેમની પાસે રાજીનામુ માંગી રહ્યા છે. જોકે ઓલી રાજીનામુ આપવા માટે તૈયાર નથી. તેમના હરિફ પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ ઓલીનું રાજીનામુ માંગવા અડીખમ છે. બન્ને નેતા વચ્ચે 6 તબક્કામાં વાતચીત થઈ ગઈ છે. જોકે, સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી એટલે કે સ્થિતિ યથાવત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post