• Home
  • News
  • એક સમયે અભ્યાસ માટે સ્કૂલની બારીઓ સાફ કરતા હતા, હવે આજે બનશે મહાસત્તાના પ્રમુખ; જાણો જો બાઇડનની સફર વિશે
post

બાઇડનના પિતા ઘર ચલાવવા માટે ભઠ્ઠીઓની સફાઈ કરતા હતા અને ખાલી સમયમાં સેલ્સમેનનું કામ પણ કરતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 11:40:25

ઘણી વખત જીવન આપણી કડક પરીક્ષા લેતી હોય છે. આ જ મુશ્કેલીના સમયમાં ખાસ કરીને ગરીબી, દુઃખો અને જવાબદારીઓને કારણે આપણાં સપનાં ક્યાંક દબાઈ જતાં હોય છે, પરંતુ આવી જ દરેક સ્થિતિ જે લોકો બાઈડનની જેમ પસાર કરી લે છે તે દુનિયાની દરેક ખુશી મેળવી શકે છે. અમેરિકાના નવા પ્રેસિડેન્ટ જો બાઈડનના જીવનની મુસાફરી પણ આવા જ એક જીવનની મિશાલ છે. તેમને પણ બાળપણ ઘણી મુશ્કેલી અને જવાનીમાં જવાબદારીઓનો સામનો કરવો પડ્યો હતો. તો આવો જાણીએ અમેરિકાના નવા પ્રેસિડેન્ટ જો બાઈડનના જીવન વિશે.

દુનિયાના સૌથી તાકાતવર દેશના સર્વોચ્ચ સ્થાને બેસનાર જો બાઈડનનો જન્મ 20 નવેમ્બર 1942માં સ્કેંટન, પેન્સિલવેનિયા, અમેરિકામાં થયો હતો. તેમનું આખું નામ જોસેફ રોબિનેટ બાઈડન જુનિયર છે. તેમના પિતાનું નામ જોસેફ આર બાઈડન છે અને તેઓ ખૂબ મધ્યમ પરિવારના હતા. બાઈડનના પિતા ઘર ચલાવવા માટે ભઠ્ઠીઓની સફાઈ કરતા હતા અને ખાલી સમયમાં સેલ્સમેનનું કામ પણ કરતા હતા. તેમની જેમ બાઈડનને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે કોઈ ને કોઈ કામ કરવું જરૂરી હતું. તેઓ પોતાની સ્ટડી ચાલુ રાખવા તેમની સ્કૂલની બારીઓ લૂછવાનું કામ કરતા હતા.

બાઈડન જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર પેન્સિલવેનિયાથી ન્યૂ કૈસલ કાઉન્ટી, ડેલાવેરમાં શિફ્ટ થયા હતા. અહીં ડેલાવેર વિશ્વવિદ્યાલયમાં તેમણે ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધી. અહીં જ બાઈડનના જીવનમાં નેલિયા હંટરનો પ્રવેશ થયો અને તેમને તેની સાથે પ્રેમ થઈ ગયો. ત્યાર પછી બાઈડને 1968માં સિરૈક્યુઝ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાની ડીગ્રી લીધી અને વકાલતની પ્રેક્ટિસ શરૂ કરી. એ સાથે જ તેમણે નેલિયા સાથે લગ્ન કરી લીધા. 1970ની આસપાસથી જ તેઓ રાજકીય ક્ષેત્રે કાર્યરત થવા લાગ્યા અને ત્યારે તેમની ન્યૂ કૈસલ કાઉન્ટીમાં પસંદગી થઈ હતી.

બાઈડન 1972માં 29 વર્ષની ઉંમરે ડેલાવેરથી અમેરિકન સિનેટ તરીકે ચૂંટાયા હતા. એ તેમના માટે ગૌરવની વાત એટલા માટે હતી, કારણ કે તેઓ અમેરિકન ઈતિહાસમાં પાંચમાં સૌથી નાની ઉંમરના સિનેટર બન્યા હતા, પરંતુ ત્યારે જ તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. એક રોડ એક્સિડન્ટમાં તેમની પત્ની અને દોઢ વર્ષની દીકરીનું મૃત્યુ થયું હતું અને બંને દીકરા ઘાયલ થયા હતા. આ તેમના માટે ખૂબ ખરાબ સમય હતો. તેઓ બધું ભૂલીને સિંગલ ફાધર બનીને બંને દીકરાની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ સમયમાં તેઓ ડિપ્રેશનમાં પણ જતા રહ્યા હતા અને તેમણે ઘણી વાર સુસાઈડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ સમય અંદાજે પાંચ વર્ષ સુધી રહ્યો હતો.

પાંચ વર્ષ પછી તેમણે જિલ જેબેક્સ સાથે લગ્ન કર્યા અને ધીમે ધીમે તેમનું જીવન પાટા પર આવવા લાગ્યું હતું. તેઓ ઘણાં વર્ષો સુધી રાજકારણ સાથે જોડાયેલા રહ્યા, પરંતુ ત્યારે ફરી એકવાર તેમના જીવનમાં વાવાઝોડું આવ્યું અને ડેમોક્રેટિક રાઈઝિંગ સ્ટાર અને તેમના દીરકા બ્યૂનું 46 વર્ષની ઉંમરે 2015માં બ્રેન-કેન્સરને કારણે મોત થઈ ગયું, પરંતુ ત્યારે તેમણે હિંમત ન હારી અને પોતાની જાતને સંભાળ્યા.

બાઈડનના દીકરા બ્યૂ અમેરિકન રાષ્ટ્રપતિ બનવાનું સપનું જોતા હતા. દીકરાની ઈચ્છા પૂરી કરવા બાઈડને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું નક્કી કર્યું અને 78 વર્ષની ઉંમરે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બની જશે.

adv

Related News

post
post
post
post
post
post
post