• Home
  • News
  • અફઘાનિસ્તાનમાં દસ લાખ બાળકો કુપોષણથી મૃત્યુ પામવાને આરે: યુનિસેફ
post

તાલિબાની શાસનમાં મહિલા એક્ટિવિસ્ટ ગાયબ થવા માંડી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:56:04

કાબુલ : ધ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ -યુનિસેફ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અફઘાનિસ્તાનમાં તાકીદે સહાય કરવાના પગલાં ભરવામાં નહીં આવે તો દસ લાખ અફઘાન બાળકો કુપોષણથી મરી જશે. યુનિસેફ દ્વારા આ બાળકોને પોષણ માટે સિંગદાણાની પેસ્ટ પુરી પાડવામાં આવી રહી છે. 

બે વર્ષની સોરિયા અતિસારની બિમારીમાંથી તાજેતરમાં સારી થઇ હતી પણ ગુમડાં એને ગાંઠોને કારણે તેને ફરી હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. તેની માતા પખવાડિયાથી સોરિયાની પથારી પાસે બેસી તેના સાજા થવાની રાહ જોઇ રહી છેે તેમ યુનિસેફ અફઘાનિસ્તાન દ્વારા એક ટ્વિટમાં જણાવવામાં આવ્યું હતું. કુપોષણથી પિડીત બાળકોની સંખ્યા સતત વધી રહી છેે છતાં આરોગ્ય ખાતાએ કોઇ પગલાં લીધા હોય તેમ લાગતું નથી. 

જાહેર આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર હાલ અફઘાનિસ્તાનમાં 44 લાખ બાળકો કુપોષણથી પીડાય છે. તાલિબાનોનું શાસન ગયા ઓગસ્ટમાં શરૂ થયું ત્યારથી અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય લગભગ બંધ થઇ ગઇ છે. 

બીજી તરફ યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે અફઘાનિસ્તાનમાંથી ગાયબ થઇ રહેલી મહિલા એક્ટિવિસ્ટ બાબતે ચિંતા વ્યકત કરી છે. તેમણે જણાવ્યું હતું કે હું આ ગુમ થયેલી મહિલાઓની સુખાકારી બાબતે ચિંતાતુર છું. ઘણી મહિલા એક્ટિવિસ્ટનો તો અઠવાડિયાઓથી પત્તો નથી. યુનો દ્વારા તાલિબાન શાસકોને આ ગુમ થયેલી મહિલાઓની સુરક્ષા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post