• Home
  • News
  • વન નેશન-વન ઈલેક્શનનો હેતુ 5 રાજ્યોમાં ચૂંટણી ટાળવાનો છે: પ્રશાંત ભૂષણનો દાવો
post

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હારથી ડરી રહી છે: પ્રશાંત ભૂષણ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-11 19:41:51

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે વન નેશન-વન ઈલેક્શનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર તેના માટે એટલા માટે પ્રચાર કરી રહી છે કારણ કે, તે પાંચ રાજ્યોમાં ચૂંટણી ટાળવા માંગે છે. આ વર્ષના અંતમાં દેશમાં પાંચ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવાની છે.

પ્રશાંત ભૂષણે કહ્યું કે, વન નેશન-વન ઈલેક્શનને સંસદીય લોકતંત્રમાં લાગુ ન કરી શકાય. કારણ કે, ભારત જેવા દેશમાં એક સરકાર બહુમતી ગુમાવી દીધા બાદ મધ્યગાળામાં પણ પડી શકે છે અને ત્યારબાદ નવી સરકારનું ગઠન થાય છે. જોકે, વન નેશન-વન ઈલેક્શનને લાગુ કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવશે જે લોકતંત્રની વિરુદ્ધ છે. 

પ્રશાંત ભૂષણે કહ્યું કે, એનો અર્થ એ થશે કે, આપણે ભારતને લોકતાંત્રિક પ્રણાલીથી રાષ્ટ્રપતિના શાસન વાળી પ્રણાલી તરફ લઈ જઈ રહ્યા છે. તેથી આ અર્થમાં તે સંસદીય લોકશાહીનું સંપૂર્ણ ઉલ્લંઘન હશે. મારા મતે સરકાર આ અંગે સંપૂર્ણ રીતે વાકેફ છે અને તેઓ એ પણ જાણે છે કે, રાષ્ટ્રપતિ શાસન વાળી પ્રણાલી માટે બંધારણમાં કેટલાક સુધારા કરાવવા પડશે.

સરકારને પાંચ રાજ્યોમાં હારનો ડર

તેમણે કહ્યું કે, હાલની સરકાર પાસે રાજ્યસભામાં બહુમત નથી. તેમને આ તમામ તથ્યો વિશે જાણકારી છે. તેમ છતાં સરકાર એક રાષ્ટ્ર-એક ચૂંટણીની દિશામાં આગળ વધી. તેનો એક માત્ર હેતુ આ વર્ષના અંતમાં થનારી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીને ટાળવાનો છે.

ભૂષણે દાવો કર્યો કે, આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હારથી ડરી રહી છે. એટલા માટે એક રાષ્ટ્ર-એક ચૂંટણીના નામ પર વિધાનસભા ચૂંટણીને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સુધી સ્થગિત કરાવવા માંગે છે. જેથી આ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post