• Home
  • News
  • 1 જાન્યુઆરીથી નહીં કરી શકો ઓનલાઈન પેમેન્ટ, UPI ID છે તો તાત્કાલિક કરી લો મહત્ત્વનું કામ
post

જે ID દ્વારા એક વર્ષથી કોઈ પણ જાતનો વ્યવહાર ન થયો હોય તેવી ID ડિસેબલ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-18 18:04:48

જો તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો તો આ અપડેટ તમારા માટે જરુરી છે. જે પણ યુજર્સ પાસે ઈનએક્ટિવ UPI ID છે, તેમણે 31 ડિસેમ્બર સુધી કામ પુરુ કરી લેવું. કેમ કે આ ઈનએક્ટિવ UPI IDને ડિસેબલ કરવાની તૈયારી ચાલી રહી છે. તેને લઈને હાલમાં જ પેમેન્ટ રેગુલેટરી NPCI (National Payment Corporation Of India)ને લઈને આદેશ જાહેર કર્યો હતો. 

કઈ ID થશે ડિસેબલ 

NPCI એ એક સર્કુલર જાહેર કરીને થર્ડ પાર્ટી પ્રોવાઈડર્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને કહ્યુ કે, એવી યુપીઆઈ આઈડીને ડીએક્ટિવેટ કરો, જે ID દ્વારા એક વર્ષથી કોઈ પણ જાતનો વ્યવહાર ન થયો હોય તેવી ID ડિસેબલ કરવાની છે. 

આ ગાઈડલાઈન થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ માટે છે. તેમને એવી અનએક્ટિવ આઈડીની તપાસ  કરવાની છે, જે ઈનવર્ડ ટ્રાન્ઝેક્શન માટે ડિસેબલ કરવાની છે. એટલે કે જે ID UPI મેપર પર જે નંબરથી લિંક છે, તેની નોંધણી રદ કરવી પડશે. તે પછી ડિસેબલ  UPI ID ધરાવતા યુજર્સ પેમેન્ટ તો કરી શકશે, પરંતુ કોઈની પાસેથી પેમેન્ટ રિસીવ નહીં કરી  શકે.  

નિયમ શું છે

NPCIના સર્ક્યુલર અનુસાર 1 વર્ષથી ઉપયોગ ન કરવામાં આવતી યુપીઆઈ આઈડીને બંધ કરવાનું કારણ યૂઝર સિક્યોરિટી છે. ઘણી વખત યુઝર પોતાના જૂના નંબરને લિંક કર્યા વિના નવી આઈડી બનાવી દે છે, જે ફ્રોડનું કારણ બની શકે છે. દરમિયાન એનપીસીઆઈની તરફથી જૂની આઈડીને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સંભાવના છે કે તમારા જૂના નંબરને કોઈ નવા યૂઝરને ઈશ્યૂ કરી દેવામાં આવે. જેમ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ, તો તે સ્થિતિમાં ફ્રોડ થવાની સંભાવના રહે છે. આ તમામ કારણોસર જૂની આઈડીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના તાજેતરના નિર્ણયમાં કહ્યુ છે કે ટેલિકોમ પ્રોવાઈડર કંપનીઓ 90 દિવસમાં ડિએક્ટિવેટેડ નંબરને બંધ કરી શકે છે. સાથે જ તે નંબર કોઈ અન્યને ટ્રાન્સફર કરી શકે છે.

તેના માટે તમારે શું કરવાનું રહેશે...

જો તમારી પણ કોઈ એવી  ID છે, જેનો તમે છેલ્લા એક વર્ષથી કોઈપણ જાતનો ઉપયોગ કર્યો નથી. તો તમારે આ IDથી એક યુપીઆઈ પેમેન્ટ કરવું પડશે, આવુ કરવાથી તમારી આઈડી ડિસેબલ નહી થાય. 


adv

Related News

post
post
post
post
post
post
post