• Home
  • News
  • ટ્રિપલ રિઅર કેમેરા અને 5,000mAhની બેટરીથી સજ્જ ઓપ્પો A54 સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત ₹13,490
post

સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-20 12:29:12

ઓપ્પોએ ભારતીય માર્કેટમાં તેનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ઓપ્પો A54 લોન્ચ કર્યો છે. આ ફોન મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર અને 5000mAhની બેટરીથી સજ્જ છે. ફોનમાં સિક્યોરિટી માટે સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળે છે. આ ફોનની ખરીદી એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે.

ઓપ્પો A54ની કિંમત

વેરિઅન્ટ

કિંમત (રૂપિયામાં)

4GB + 64GB

13,490

4GB + 128GB

14,490

6GB + 128GB

15,990

·         ફોન ક્રિસ્ટલ બ્લેક, મૂનલાઈટ ગોલ્ડ અને સ્ટારી બ્લૂ કલર વેરિઅન્ટમાં અવેલેબલ છે. ફોનની ખરીદી આજે બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે.

·         ફોનને HDFC બેંકના કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી EMI દ્વારા ખરીદવા પર 1000 રૂપિયાનું કેશબેક મળશે. કંપની 1 રૂપિયામાં મોબાઈલ પ્રોટેક્શન પણ આપી રહી છે. ગ્રાહકોને 70% સુધી બાયબેક ગેરન્ટી મળે છે. HDFC, સ્ટાન્ડર્ડ ચાર્ટેડ, કોટક મહિન્દ્રા, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક પર 5%નું કેશબેક મળશે. પેટીએમથી ફોનની ખરીદી પર 11%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

ઓપ્પો A54નાં સ્પેસિફિકેશન

·         આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 બેઝ્ડ ColorOS 7.2 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેમાં 6.51 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. તે 720x1,600 પિક્સલનું રિઝોલ્યુશન સપોર્ટ કરે છે.

·         ફોનમાં મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર છે.

·         ફોનમાં 13MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.

·         સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

·         ઓપ્પોનો આ બજેટ ફોન 5,000mAhની બેટરી ધરાવે છે. તે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે.

·         કનેક્ટિવિટી માટે 4G, W-Fi, બ્લુટૂથ 5, GPS, 3.5mm ઓડિયો જેક અને USB Type-C પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. ફોનને IPX4 વોટર રેઝિસ્ટન્સ રેટિંગ મળ્યું છે. તેનું ડાયમેન્શન 163.6x75.7x8.4mm અને વજન 192 ગ્રામ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post