• Home
  • News
  • દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી નેતા યોલની જીત
post

નવનિયુક્ત રાષ્ટ્રપતિએ કહ્યું- ચીન સાથે સંબંધો ફરી બહાલ કરીશું

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-12 12:35:44

સિયોલ: દક્ષિણ કોરિયામાં વિપક્ષના ઉમેદવાર યુન સુક યોલ નવા રાષ્ટ્રપતિ બન્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખરાખરીના મુકાબલામાં તેમણે શાસક ડેમોક્રેટિક પાર્ટીના હરીફ લી જે મ્યુંગને હરાવ્યા. દેશના ઇતિહાસમાં રાષ્ટ્રપતિપદ માટે અત્યાર સુધી થયેલી ચૂંટણીઓમાં આ સૌથી રસાકસીનો મુકાબલો રહ્યો હતો.

99%થી વધુ મતગણતરી બાદ પીપલ્સ પાવર પાર્ટીના ઉમેદવાર યુનને 48.6% જ્યારે તેમના હરીફ મ્યુંગને 47.8% વોટ મળ્યા. યોલ મે મહિનામાં 5 વર્ષ માટે કાર્યભાર સંભાળશે.

રાષ્ટ્રપતિપદે ચૂંટાયા બાદ તેમણે પક્ષના કાર્યાલયમાં કહ્યું કે અમારી સરકાર અમેરિકા સાથે રાજકીય સંબંધો મજબૂત કરશે, સૈન્યને વધુ શક્તિશાળી બનાવશે, જેથી ઉત્તર કોરિયાની કોઇ પણ ઉશ્કેરણીનો જડબાતોડ જવાબ આપી શકાય. જોકે, તેની સાથે મંત્રણા માટેનો માર્ગ હંમેશા ખુલ્લો રહેશે. તદુપરાંત, ચીન સાથે સંબંધો ફરી બહાલ કરાશે. જાપાન સાથે સંબંધો સુધારવા પણ પ્રયાસ કરાશે.

adv

Related News

post
post
post
post
post
post
post