• Home
  • News
  • કેન્ટાબ્રિયાના પ્રેસિડન્ટની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહમૃગ મહેમાન બન્યું, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો
post

પ્રેસિડન્ટ મિગલના મીડિયા સંબોધનમાં અચાનક પાછળથી શાહમૃગે એન્ટ્રી મારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 11:03:20

નેતાઓની પ્રેસ કોન્ફરન્સમાં સામાન્ય રીતે નેતાઓ સહિત રિપોર્ટર્સની હાજરી જોવા મળતી હોય  છે. સ્પેનના કેન્ટાબ્રિયાના પ્રેસિડન્ટ મિગલ એન્જલ રેવિલાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહમુગ મહેમાન બન્યું હતું. પ્રેસિડન્ટ મિગલ મીડિયાને સંબોધી રહ્યા હોય છે તેવામાં અચાનક પાછળથી શાહમૃગ આવી જાય છે. સોશિયલ મીડિયા પર આમંત્રિત ન કરેલાં આ મહેમાનનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

થોડી સેકન્ડ્સ માટે શાહમૃગ પ્રસિડન્ટના કાનની નજીક આવી જાય છે

વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં અચાનક ડોકાચિયા કરતું શાહમૃગ આવી જાય છે. તે જુદી જુદી દિશામાં પોતાનું માથું ફેરવે છે. થોડી સેકન્ડ્સ માટે તે પ્રેસિડન્ટના કાનની એકદમ નજીક પણ આવી જાય છે, પરંતુ પ્રેસિડન્ટને તેની જાણ જ હોતી નથી અને તેઓ મીડિયા સાથેના વાર્તાલાપમાં વ્યસ્ત હોય છે.

પ્રેસિડન્ટ મિગલે તેમનાં ફેસબુક અકાઉન્ટમાં  વીડિયો શેર કર્યો
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં પ્રેસિડન્ટ મિગલે તેમનાં ફેસબુક અકાઉન્ટમાં આ વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કમેન્ટમાં લખી રહ્યા છે કે આ વીડિયા સાચો હોઈ જ ન શકે, આ એડિટેડ વીડિયો છે. તો એક યુઝરે એમ પણ કહ્યું કે હવે ટીવી પર શાહમૃગ પણ જોવા મળશે, તેનાથી હું ખૂબ ખુશ છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post