• Home
  • News
  • દિવાળી પહેલાં બજારમાં બોનસની બહાર, કેન્દ્ર-મોટી કંપનીઓની જાહેરાતથી અર્થતંત્રને રૂ. દોઢ લાખ કરોડનો વેગ મળવાની આશા
post

મોટી કંપનીઓએ કોરોનાકાળનો પગાર ઘટાડો પાછો ખેંચ્યો , બોનસ-ઈન્ક્રીમેન્ટની જાહેરાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 09:44:03

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી પહેલાં એલટીએફ અને બોનસની ભેટ મળી ચૂકી છે. અનેક રાજ્ય સરકારો અને રેલવેએ પણ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. લૉકડાઉન ખૂલતાની સાથે જ વેપારમાં આવી રહેલી તેજી પણ દિવાળી બજારમાં તેજી લાવી શકે છે. રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઈન્ફોસિસ સહિત અનેક કંપનીઓએ પણ કર્મચારીઓને ફરી સંપૂર્ણ વેતન આપવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, બોનસ, પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ પણ આપ્યું છે. દેશમાં કુલ કેટલા પૈસા બોનસ-ઈન્ક્રીમેન્ટ કે સરકારની જાહેરાત પછી બજારમાં આવશે, તેનું સટીક અનુમાન કોઈ પાસે નથી, પરંતુ એમ. કે. ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રમાણે, દેશમાં તહેવારોની સિઝનમાં પૂર્વ એલટીએ, બોનસ વગેરેથી બજારમાં ફરી માંગ વધશે. કેન્દ્રની જેમ ખાનગી કંપનીઓ પણ સુવિધાઓ આપવાની જાહેરાત કરી રહી છે. તેનાથી બજારમાં રૂ. એકથી દોઢ લાખ કરોડ આવી શકે છે.

1.6 કરોડ રિટેલર્સનું સભ્યપદ ધરાવતા રિટેલર્સ એસોસિયેશનના મતે, ગયા વર્ષની તુલનામાં હાલ 80% સુધી પાછો આવેલો વેપાર દિવાળી સુધી 100% પર આવી જશે. રિટેલર્સ એસોસિયેશનના સીઈઓ કુમાર રાજગોપાલન કહે છે કે, દિવાળીથી લગ્ન સિઝન પણ શરૂ થઈ રહી છે. આમ, નવેમ્બર-ડિસેમ્બર થઈને કુલ રિટેલ બજારમાં રૂ. બે લાખ કરોડનો વેપાર થવાની આશા છે.

કન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સના અધ્યક્ષ બી.સી. ભરતિયા કહે છે કે હાલ આશરે રૂ. 7.5થી 8 લાખ કરોડનો વેપાર થઈ રહ્યો છે. આશા છે કે નવેમ્બરમાં તેના સિવાય રૂ. એકથી દોઢ કરોડનો વેપાર આવશે. એચઆર કંપની ટીમલીઝના કો-ફાઉન્ડર ઋતુપૂર્ણા ચક્રવર્તી કહે છે કે કંપનીઓનું ફોકસ હજુ જૂનું વેતન આપવા પર છે. જોકે, આઈટી અને બીજાં કેટલાંક ક્ષેત્રની કંપનીઓએ અલગથી ઈન્સેન્ટિવ, બોનસ અને પ્રમોશન આપ્યાં છે.

મોટી જાહેરાતો, જેની બજાર પર અસર થશે

·         47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે વિવિધ સ્કીમથી રૂ. 36 હજાર કરોડ બજારમાં આવશે. રેલવે 11.58 લાખ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપશે.

·         મારુતિએ ઓગસ્ટમાં વાર્ષિક વેરિએબલ પર્ફોર્મન્સ રિવોર્ડ, ઓક્ટોબરમાં ઈન્ક્રીમેન્ટ આપ્યું. આવતા સપ્તાહે બોનસ પણ આપશે.

·         રિલાયન્સ જૂથે પગાર ઘટાડો પાછો ખેંચ્યો અને હવે બોનસ પણ આપશે.

·         ICICI બેન્કે 80 હજાર કર્મચારીઓનો પગાર 8% વધાર્યો અને બોનસ પણ વધાર્યું.

·         તાતા મોટર્સ સ્પેશિયલ બોનસ અને પ્રોડક્શન લિન્ક પેમેન્ટ પણ આપશે.

·         એરટેલે 80% કર્મચારીઓને ઓક્ટોબરથી ઈન્ક્રીમેન્ટ આપ્યું છે.

·         ભાસ્કર જૂથની તમામ કંપનીઓ ઓક્ટોબરના પગારની સાથે બોનસ આપશે.

·         જિંદાલ સ્ટીલ અને પાવરે પણ આખો પગાર લાગુ કરી દીધો છે.

·         એશિયન પેઈન્ટે બેઝિક સેલેરીના બરાબર બોનસ અને ઈન્ક્રીમેન્ટ આપ્યાં.

·         મહિન્દ્રા જૂથે જુલાઈ-ઓગસ્ટમાં બોનસ અને ઈન્ક્રીમેન્ટ આપ્યાં.

·         ઈન્ફોસિસે 100% વેરિએબલ પે સાથે ઈન્સેન્ટિવ પણ આપ્યું.

·         વિપ્રો પણ બોનસ અને પ્રમોશન આપશે.

adv

Related News

post
post
post
post
post
post
post