• Home
  • News
  • ઓયોના માલિક રિતેશ અગ્રવાલ ચીનમાં ‘લી તાઈ શી’ના નામથી જાણીતા છે, સૌથી મુશ્કેલ મેન્ડેરિન ભાષા શીખી ચીનમાં ટોપ પર
post

ચીનમાં ઓયોના 337 શહેરોમાં 5 લાખથી વધુ રૂમ્સ અને 2317 કરોડ રૂપિયાનું ટર્નઓવર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 11:18:01

નવી દિલ્હી: ઓયો હોટલ્સના ફાઉન્ડર અને પોતાના દમ પર અબજોપતિ બનનાર વિશ્વના બીજા સૌથી યુવા રિતેશ અગ્રવાલ ચીનમાં લી તાઈ શીના નામથી ઓળખાય છે. ચીનમાં ઓયોને સૌથી મોટી હોટલ કંપની તરીકે સ્થાપિત કરનાર 26 વર્ષીય રિતેશ અગ્રવાલે  વિશ્વની સૌથી મુશ્કેલ મનાતી ચીની ભાષા મેન્ડેરિનને અમુક જ મહિનામાં શીખી લીધી. હવે તે પોતાના પાર્ટનર અને કર્મચારીઓ ઉપરાંત ગ્રાહકો સાથે પણ ચીની ભાષામાં જ વાત કરે છે. ચીનમાં ઓયોના 337 શહેરોમાં 5 લાખથી વધુ રૂમ્સ છે અને 2317 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે જે તેમની કુલ આવકના 32.3 ટકા છે.


કંપનીની 70 ટકા હોટલ ખૂલી ગઈ
રિતેશે કહ્યું કે, ચીનમાં ઓયોને સ્થાપિત કરતા પહેલાં અમે પહેલેથી કોઈ ધારણા કે રણનીતિ નહોતી બનાવી. અમારા મગજમાં છબિ સ્પષ્ટ હતી. અમે ચીનના બજારમાં વૈશ્વિક સ્ટાર્ટઅપ સેટિંહ શૉપની જેમ નહોતા ઉતર્યા, પરંતુ ચીની ખેલાડીઓની જેમ રહેવા માટે ગુણવત્તાવાળાં સ્થાનોની જ પસંદગી કરી. નિમણૂક અંગે અમે કોઈ વિશેષ માપદંડ નહોતા રાખ્યા. મોટા ભાગે વિદેશી કંપનીઓ 2થી વધુ ભાષા જાણતા લોકોને જ પ્રાથમિકતા આપે છે, જોકે અમે આમ નહોતું કર્યું. જો અમે પણ 2 ભાષાના જાણકાર લોકોને જ રાખતા તો ઘણા ટેલેન્ટેડ લોકોને ગુમાવી દેતા. આ જ કારણે અમે 2017માં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા ચીનમાં સૌથી મોટી હોટલ ચેન તરીકે સ્થાપિત કરી. કોરોના વાઈરસ મહામારીને કારણે ઓયોએ પણ પોતાની હોટલો બંધ કરવી પડી. કંપનીના ઘણા કર્મચારી મહામારીથી પ્રભાવિત થયા પરંતુ હવે કંપનીની 70 ટકા હોટલ ખૂલી ગઈ છે અને 1-1.5 મહિનામાં બાકીની હોટલ પણ શરૂ થઈ જશે. મહામારીને કારણે વિશ્વ સ્તરે ઓયોની કમાણી પણ 50-60 ટકા સુધી ઘટી ગઈ. ચીન સહિત વિશ્વમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને હટાવવા પડ્યા હતા.


રિતેશે ફેલોશિપના પૈસાથી શરૂ કર્યો હતો હોટલ બિઝનેસ
ઓરિસ્સાના રાયગઢામાં રહેતા રિતેશ નાની ઉંમરે જ બિલ ગેટ્સ, સ્ટિવ જૉબ્સ અને માર્ક ઝકરબર્ગથી ઘણો પ્રેરિત થયો હતો. રિતેશને 2013માં જ્યારે 1 લાખ ડૉલરની ફેલોશિપની રકમ મળી તો તેણે આ પૈસા વડે ઓયો રૂમ્સનો પ્રારંભ કર્યો. 2018માં ઓયો રુમ્સે 1 અબજ ડૉલરનું રોકાણ મેળવ્યું. જુલાઈ 2019માં તેમણે આ કંપનીમાં પોતાની ભાગીદારી 3 ગણી વધારી હતી અને 2 અરબ ડૉલરના શેર ખરીદયા હતા. રિતેશ કોલેજ ડ્રોપઆઉટ છે. તેણે કહ્યું કે- ભારતમાં કોલેજ ડ્રોપઆઉટની ઠેકડી ઉડાડવામાં આવે છે. તેમને સ્માર્ટ અને સમજદાર નથી સમજવામાં આવતા, પરંતુ મને આશા છે કે આગામી અમુક વર્ષમાં દેશમાં અમુક બીજા ડ્રોપઆઉટ નામના મેળવશે.

adv

Related News

post
post
post
post
post
post
post