• Home
  • News
  • પૈગામ એ મહોબ્બત હૈ: વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા ધર્મગુરુ, બોલ્યા- 'દુનિયાને જાણ થાય કે ભારત એક છે'
post

ધર્મગુરુઓએ સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-05 17:44:02

વિભિન્ન ધર્મોના ધર્મગુરુ આજે વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરવા માટે સંસદ ભવનમાં પહોંચ્યા હતા. ધર્મગુરુ સંસદની કાર્યવાહી પણ જોશે. ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખિયા ઈમામ ઉમેર અહમદ ઈલિયાસીએ કહ્યું કે, 'પૈગામ એ મહોબ્બત હૈ, પૈગામ દેશ છે.' આજે અમે વડાપ્રધાન સાથે મુલાકાત કરીશું. સૂદે કહ્યું કે, ઈન્ડિયન માઈનોરિટી ઓર્ગેનાઈઝેશન વિભિન્ન ધર્મગુરુઓ સાથે સંસદ પહોંચી છે. તેઓ ઈચ્છે છે કે, દુનિયાને જાણ થાય કે, ભારત એક છે,


માનવતા જ સૌથી મોટો ધર્મ

ઈમામ ઉમેર અહમદ ઈલિયાસીએ કહ્યું કે, અમે માનવતાનો સંદેશ આપવા માંગીએ છીએ અને એ જણાવવા માંગીએ છીએ કે, માનવતા જ સૌથી મોટો ધર્મ છે. અમે ભારતમાં રહીએ છીએ અને ભારતીય છીએ. આપણે દેશને મજબૂત બનાવવો જોઈએ. અમે એકજૂઠ છીએ. મહાબોધિ ઈન્ટરનેશનલ મેડિટેશન સેન્ટરના અધ્યક્ષ ભિખુ સંઘાસેનાએ કહ્યું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે કે અમે નવા સંસદ ભવન પરિસરમાં આવ્યા છે અને પીએમ મોદી સાથે વાતચીત કરીશું. આપણે બધાએ દેશની સમૃદ્ધિ માટે એકજૂઠ થઈને કામ કરવું જોઈએ.

ધર્મગુરુઓએ સંસદ પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આજે સંસદમાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ કરાયેલા આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. વડાપ્રધાન સાંજે 5:00 વાગ્યે સંબોધન કરશે. ભાજપે પોતાના સાંસદોને વ્હીપ જારી કરીને સોમવારે સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે.



adv

Related News

post
post
post
post
post
post
post