• Home
  • News
  • પુલવામા હુમલાને લઇ શેખી મારનાર પાકિસ્તાનના મંત્રીએ પલટી મારી, નિવેદન ફેરવી તોળ્યું
post

તેમના આ નિવેદનનો પાકિસ્તાની સેનાને નુકસાન થતું જોઇ હવે તેઓ પોતાના આ નિવેદનથી પલટતા દેખાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 11:02:15

આદતથી મજબૂર પાકિસ્તાન (Pakistan)ના કેન્દ્રીય મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhry) એ કહ્યું કે તેમણે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારત (India)ની તરફથી થયેલી એરસ્ટ્રાઇક (Airstrike) બાદ પાકિસ્તાનના મજબૂત રિસ્પોન્સના સંબંધમાં આ વાત કહી હતી. તેને ખોટી સમજી લેવામાં આવી.

26 ફેબ્રુઆરીના સંબંધમાં આપ્યું હતું નિવેદન: ફવાદ ચૌધરી
એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં ફવાદ ચૌધરીએ કહ્યું કે પુલવામામાં ગયા વર્ષે બે ઘટના બની હતી. એક 14 ફેબ્રુઆરીના રોજ અને બીજી 26 ફેબ્રુઆરીના રોજ બની હતી. ફવાદે દાવો કર્યો કે તેમણે સંસદમાં જે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો તે 26 ફેબ્રુઆરીની હતી. જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાનની સરહદમાં ઘૂસ્યું હતું અને ત્યારબાદ તેમના દેશે જડબાતોડ જવાબ આપ્યો હતો.

14 ફેબ્રુઆરીની ઘટના પર ભારતે પુરાવા આપ્યા નહીં

ફવાદ એ કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં જે થયું તે ચોક્કસપણે ગભરાટભર્યું હતું. તેના પર આપણા પ્રાઇમ મિનિસ્ટરે પણ વાત કરીને ઓફર કરી હતી કે તમે પુરાવાઓ આપો. આપણે સાથે મળી તપાસ કરીએ. પરંતુ તમે તો એ પણ ના કર્યું. ફવાદે એવો પણ દાવો કર્યો કે તેઓ ગભરાટને પસંદ કરતા નથી. પરંતુ દેશના સ્વાભિમાનની રક્ષાથી પાછળ પણ રહેશે નહીં.

પુલવામા હુમલામાં કર્યું હતું કબૂલનામું

ફવાદ ચૌધરીએ આની પહેલાં પાકિસ્તાનની સંસદમાં નિવેદન આપતા માન્યું હતું કે પુલવામામાં CRPFના કાફલા પર હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમણે કહ્યું કે પુલવામા હુમલો પાકિસ્તાનની કામયાબી છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનો શ્રેય ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTIને આપ્યો. તેમણે કહ્યું કે પુલવામા હુમલો ઇમરાન ખાન માટે એક ઉપલબ્ધિ છે. પરંતુ તેમના આ નિવેદનનો પાકિસ્તાની સેનાને નુકસાન થતું જોઇ હવે તેઓ પોતાના આ નિવેદનથી પલટતા દેખાય છે.

મોદી સરકારને કંઇક વધુ જ જંગ પસંદ

ફવાદ એ કહ્યું કે જ્યારથી હિન્દુસ્તાનમાં મોદી સરકાર આવી છે ત્યારથી જંગની વાત કંઇ વધુ જ થઇ રહી છે. દરેક વાત પર કહે છે કે ચીન સાથે જંગ લડી લઇએ, પાકિસ્તાન સાથે જંગ લઇ લઇએ, બાંગ્લાદેશ સાથે જંગ લડી લઇએ, નેપાળ સાથે જંગ લડી લઇએ. સમજાતું નથી કે હિન્દુસ્તાન જંગમાં આટલું કેમ જવા માંગે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ખબર છે કે તેમને કયારે શું કરવાનું છે, તેઓ પગ કાંપનાર બંદા નથી.