• Home
  • News
  • ભારતની મિસાઈલથી PAK હજુ ખૌફમાં:પાકિસ્તાન એરફોર્સના ડેપ્યુટી ચીફ અને બે માર્શલ બરતરફ; પૂર્વ હાઈકમિશનરે કહ્યું- ભારત આપણું કાશ્મીર ઝુંટવી લેશે
post

ભારતમાં પાકિસ્તાનના હાઈકમિશનર રહી ચુકેલા અબ્દુલ બાસિતને ભૂલથી ચાલેલી મિસાઈલમાં ભારતનું ખતરનાક ષડયંત્ર દેખાઈ રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 12:21:07

9 માર્ચે ભારત તરફથી ભૂલથી છુટેલી મિસાઈલને લઈને પાકિસ્તાનમાં હજુ ગભરાટ જોવા મળી રહ્યો છે. આ બધું તે સમયે થઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાનમાં હાલ રાજકીય સ્થિતિ ડામાડોળ બની છે. ઈમરાન સરકાર વિરૂદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે જેને લઈને વોટિંગ થવાનું છે. ત્યારે આ વચ્ચે કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને મિસાઈલની યોગ્ય સમયે જાણ થવાના આરોપમાં એરફોર્સના એક કમાન્ડર અને બે એર માર્શલને બરતરફ કરી દીધા છે.

ભારતમાં પાકિસ્તાનના એમ્બેસેડર રહી ચુકેલા પૂર્વ ડિપ્લોમેટ અને સ્ટ્રેટેજિક એક્સપર્ટ ડોકટર અબ્દુલ બાસિતે પાકિસ્તાનની ચિંતામાં વધારો કરતું નિવેદન આપ્યું છે. બાસિતે કહ્યું- ભારત કંઈક ખતરનાક પ્લાન બનાવી રહ્યું છે અને આપણે યોગ્ય સમયે સતર્ક થઈ જવાની જરૂર છે.

યોગ્ય સમયે એક્શન કેમ નહીં
સૌથી વધુ સવાલ તે થઈ રહ્યો છે કે પાકિસ્તાનની એરફોર્સ (PAF) ભારત તરફથી છોડવામાં આવેલી મિસાઈલના બે દિવસ પછી કેમ એક્શનમાં આવી. મિસાઈલ ફાયર થતાં જ તેનું ડિટેક્શન કેમ ન કરાયું. કેટલાંક લોકો એમ પણ પૂછી રહ્યાં છે કે આ તો ઘણી નાની અને અનઆર્મ્ડ મિસાઈલ હતી, જો આ આર્મ્ડ અને મોટી મિસાઈલ હોત તો શું થાત? સોશિયલ મીડિયા પર કેટલાંક એવા એકાઉન્ટ્સ પણ બ્લોક પણ કરવાના સમાચાર મળી રહ્યાં છે જેમાં પાકિસ્તાની સેના કે એરફોર્સની સાથે જ સરકાર પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં હતા.

શું એક્શન લેવાયા
કેટલાંક મીડિયા રિપોટ્સમાં દાવો કરાયો છે કે ભારતીય મિસાઈલ પાકિસ્તાની એરસ્પેસમાં ઘુસી ગઈ અને 124 કિલોમીટર અંદર આવીને મિયાં ચુન્નૂ વિસ્તારમાં પડ્યા બાદ પાકિસ્તાની સેનામાં ખળભળાટ છે. રિપોટ્સ મુજબ એરફોર્સના વાઈસ ચીફ અને બે એર માર્શલ્સને બરતરફ કરવામાં આવ્યા છે. જો કે તેને પરાણે રિટાયરમેન્ટ નામ આપવામાં આવ્યું છે.

1 માર્ચે સેનાની મીડિયા વિંગ ISPR ઉપરાંત અત્યાર સુધીમાં અન્ય કોઈનું રિએક્શન સામે નથી આવ્યું. જો કે રાજકીય ફાયદો લેવા માટે ઈમરાન ખાન અને તેમના મંત્રી આ મામલાને ઉછાળી રહ્યાં છે.

કઈ મિસાઈલ હતી
પાકિસ્તાનના જર્નાલિસ્ટ મોહમ્મદ ઈબ્રાહિમ કાઝીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે ભારતથી છોડવામાં આવેલી મિસાઈલનું નામ બ્રહ્મોસ છે. તેની રેન્જ 290 કિલોમીટર છે. ઈન્ડિયન એરફોર્સ તેનો સ્ટોક રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રાખે છે. જો કે પાકિસ્તાન સેનાનો દાવો છે કે આ મિસાઈલ હરિયાણાના સિરસાથી છોડવામાં આવી.

ભારતના ઈરાદા ખતરનાક
ભારતમાં પાકિસ્તાનના હાઈકમિશનર રહી ચુકેલા અબ્દુલ બાસિતને ભૂલથી ચાલેલી મિસાઈલમાં ભારતનું ખતરનાક ષડયંત્ર દેખાઈ રહ્યું છે. બાસિતે સોશિયલ મીડિયામાં કહ્યું- જરા યાદ કરો. 22 ફેબ્રુઆરી, 1994નાં રોજ ભારતની સંસદમાં એક પ્રસ્તાવ પાસ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ POK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) પાછું લેશે. ક્યાંક આ ખાલી મિસાઈલ છોડીને પાકિસ્તાની સેના કેટલી તૈયાર છે તે તો તેઓ જોવા નથી માગતાને? જો હાં, તો આ ઘણું જ ખતરનાક છે. બની શકે છે કે ભારત પર તે રસ્તે જ જવા માગતું હોય જેવું રશિયાએ યુક્રેન સામે લીધો છે. દુનિયાને દેખાડવા માટે તેઓ કોઈનો પક્ષ નથી લઈ રહ્યાં.

adv

Related News

post
post
post
post
post
post
post