• Home
  • News
  • કોર્ટે પૂર્વ PM ગિલાની પર શારિરીક છેડતીનો આરોપ લગાવનારી સિંથિયા પર કેસ નોંધવાનો આદેશ આપ્યો
post

સિંથિયા ડી રિચી પર પૂર્વ પીએમ બેનરજી ભુટ્ટોની છાપ ખરાબ કરવાનો આરોપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 09:59:11

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની એક કોર્ટે દેશની સૌથી મોટી તપાસ એજન્સીને અમેરિકન બ્લોગર ડી રિચી વિરુદ્ધ કેસ કરવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે તેમણે સોશિયલ મીડિયા પર પૂર્વ વડાપ્રધાન બેનરજી ભુટ્ટોની છાપ ખરાબ કરી હતી. સિઁથિયાએ એક સપ્તાહ પહેલા જ પાકિસ્તાનન પૂર્વ ગૃહ મંત્રી રહેમાન મલિક પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. રિચીએ પૂર્વ વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની પર પણ શારીરિક હેરાનગતિનો ગંભીર આરોપ લગાવ્યો છે.

પોલીસે કેસ નોંધવાનો ઈન્કાર કર્યો 
જિયો ન્યૂઝ પ્રમાણે, પોલીસે બેનરજીના મુદ્દે  સિંથિયા વિરુદ્ધ કેસ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પોલીસે કહ્યું હતું કે, આ સાઈબર ક્રાઈમનો કેસ છે. ત્યારબાદ ઈસ્લામાબાદની સેશન કોર્ટે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને કેસ કરવાનો આદેશ આપ્યો છે. સિથિંયાએ કહ્યું હતું કે, બેનરજીએ પાકિસ્તાનમાં દુષ્કર્મની સંસ્કૃતિ પર કોઈ કાર્યવાહી નથી કરી તેને એક પ્રકારે મૂંગી સહમતી આપી દીધી છે. 


ગિલાનીએ સિથિંયાને નોટિસ આપીને 10 કરોડ દંડ કર્યો 
શારિરીક હેરાનગતિના આરોપ બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ 10 જૂને સિંથિયાને એક નોટિસ મોકલી હતી.તેમણે 10 કરોડ રૂપિયા દંડ અને માફીની માંગણી કરી હતી. પૂર્વ ગૃહ મંત્રી રહેમાન મલિકે પણ કાયદાકીય નોટિસ મોકલવાની વાત કહી છે.

ઈમરાનની સોશિયલ મીડિયા ટીમમાં છે સિંથિયા 
સિંથિયા હાલ વડાપ્રધાન ઈમરાન ખાનની સોશિયલ મીડિયા ટીમમાં છે. સિંથિયાએ ટ્વીટ કર્યું હતું કે, 2011માં મારી સાથે પૂર્વ ગૃહ મંત્રી રહેમાને દુષ્કર્મ કર્યું હતું. એ વખતે સિંથિયા રાષ્ટ્રપતિ ભવનમાં રહેતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post