• Home
  • News
  • પાકિસ્તાની સેના હનીટ્રેપ કરાવે છે:પૂર્વ અધિકારીનો આરોપ- જનરલ બાજવા અને ISI ચીફ સામેલ, 4 મોટી એક્ટ્રેસ સાથે નેતાઓના વીડિયો
post

ઓડિયો બાદ હવે ઈમરાનનો વીડિયો લીક થવાનો ખતરો

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-04 17:57:59

પાકિસ્તાનની રાજનીતિમાં ફરી એકવાર ઓડિયો-વીડિયો લીક થવાનું શરૂ થઈ ગયું છે. ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી (પિંકી પીરની)નો ઓડિયો લીક થયા બાદ હવે એક નવું પ્રકરણ સામે આવ્યું છે.

પાકિસ્તાની સેનાના પૂર્વ અધિકારી મેજર આદિલ રઝાએ આરોપ લગાવ્યો છે કે દેશની સેના અને ગુપ્તચર એજન્સી ISI નેતાઓના અશ્લીલ વીડિયો બનાવે છે અને આ માટે દેશની ટોચની અભિનેત્રીઓની મદદ લેવામાં આવે છે. રઝાના કહેવા પ્રમાણે, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહિત દેશના ઘણા ભાગોમાં આર્મી અને આઈએસઆઈના સેફ હાઉસ છે અને આ વીડિયો ત્યાં તૈયાર કરવામાં આવે છે. તેમની મદદથી નેતાઓને બ્લેકમેઇલ કરવામાં આવે છે.

રઝાએ 4 અભિનેત્રીનાં નામની ઈનિશિયલ્સ આપી છે. ચારમાંથી બે અભિનેત્રીએ આગળ આવીને આ અંગે પોતાનો ખુલાસો કર્યો છે.

રઝાએ વીડિયો જાહેર કર્યો હતો

·         મેજર આદિલ રઝા (નિવૃત્ત)એ બે દિવસ પહેલાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના પોતાના જ નેતાઓ વિરુદ્ધ હનીટ્રેપિંગ કરી રહી છે. જનરલ કવર જાવેદ બાજવા અને લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ આ કામમાં સામેલ છે. આર્મી અને આઈએસઆઈ પાસે ઘણી જગ્યાએ સેફ હાઉસ છે. દેશની ટોચની અભિનેત્રીઓ આ સેફ હાઉસમાં આવતી રહે છે. લશ્કરી અધિકારીઓ તેનો ઉપયોગ કરે છે. અહીં રાજનેતાઓને બોલાવવામાં આવે છે અને પછી આ અભિનેત્રીઓ સાથે તેમના વીડિયો બનાવવામાં આવે છે.

·         જનરલ કમર જાવેદ બાજવા હજુ હમણાં સુધી પાકિસ્તાનના આર્મી ચીફ હતા. લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદે ગયા મહિને જનરલ બાજવા સાથે નિવૃત્તિ લીધી હતી. તેઓ થોડા મહિના પહેલાં સુધી આઈએસઆઈનો ચીફ હતો. આ બંને સૈન્ય અધિકારી પર આરોપ છે કે તેમણે માત્ર ઈમરાનને સત્તામાં લાવવા માટે સ્ક્રિપ્ટ લખી હતી. બાદમાં ઈમરાન અને બાજવા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ, જ્યારે સેનાએ તેમને ખુરસી પરથી હટાવ્યા.

·         રઝાનો આરોપ છે કે રાજનેતાઓ અને અભિનેત્રીઓના વીડિયો બનાવ્યા બાદ રાજનેતાઓને બ્લેકમેઇલ કરવામાં આવે છે. રઝાએ થોડા દિવસ પહેલાં પણ આવો જ આરોપ લગાવ્યો હતો

સજલ અને કુબ્રા સામે આવી

·         રઝાએ 4 અભિનેત્રી પર સેનાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેણે ચારેય અભિનેત્રીનાં નામને ઈનિશિયલ કહ્યા છે. આ MH, MK, KK અને SA છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ નામો મહવિશ હયાત, માહિરા ખાન, કુબ્રા ખાન અને સજલ અલી છે.

·         આદિલ પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. ચારમાંથી બે અભિનેત્રીએ તેના આરોપ પર સ્પષ્ટતા આપી હતી. કુબ્રા ખાન અને સજલ અલીએ કહ્યું હતું કે તેમના પર લગાવવામાં આવેલા આરોપમાં સજલ અલીએ સીધું મેજર આદિલ કે સેનાનું નામ લીધું નથી. તેમણે કહ્યું - આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? દેશમાં નૈતિકતા નામની કોઈ વસ્તુ નથી એ ખૂબ જ દુઃખદ છે. લોકોના માન સાથે રમત રમાઈ રહી છે. આ પછી એક ચેનલ સાથેની વાતચીતમાં સજલે કાયદાકીય કાર્યવાહીની ધમકી પણ આપી હતી, પરંતુ અહીં પણ તેણે રઝાનું નામ લીધું નહોતું.

·         કુબ્રા ખાને સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું- હું આરોપ લગાવનારને 3 દિવસનો સમય આપું છું. તેણે માફી માગવી જોઈએ અને આરોપ પાછો ખેંચવો જોઈએ. જો આમ નહીં થાય તો હું તેની સામે ચારિત્ર્ય માનહાનિનો કેસ કરીશ. વધુ બે અભિનેત્રી માહિરા ખાન અને માહવિશે હજુ સુધી આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.

 

રઝા યુટ્યૂબ ચેનલ પણ ચલાવે છે

·         મેજર આદિલ રઝા સોલ્જર સ્પીક્સ નામની યુટ્યૂબ ચેનલ પણ ચલાવે છે. એના લગભગ 3 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. આ સિવાય તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પાકિસ્તાની સેના સાથે જોડાયેલી બાબતો પર વાત કરે છે.

·         આદિલ રઝાને ઈમરાનની ખૂબ નજીક માનવામાં આવે છે. ઈમરાનના કહેવા પર જ રઝા પાકિસ્તાનની નાગરિકતા છોડીને બ્રિટન શિફ્ટ થઈ ગયો હતો. અહીંથી તે ઈમરાનની તરફેણમાં અને વિરોધીઓની વિરુદ્ધ પ્રચારના વીડિયો જાહેર કરી રહ્યો છે.

·         તાજેતરમાં જ રઝાએ એક વીડિયોમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર, ગુપ્તચર એજન્સીઓ અને સેનાના માણસો બ્રિટનમાં મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. મારા મિત્રોએ સલાહ આપી છે કે મારે બ્રિટન છોડીને કેનેડા ચાલ્યા જવું જોઈએ.

ઓડિયો બાદ હવે ઈમરાનનો વીડિયો લીક થવાનો ખતરો

·         પાકિસ્તાનમાં ટૂંક સમયમાં ગંદા રાજકારણનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ઘણા મીડિયા રિપોટર્સ અને પત્રકારો દાવો કરી રહ્યા છે કે ઈમરાનના ઓડિયો લીક થયા બાદ હવે વીડિયો પણ સામે આવવાનો છે.

·         તાજેતરમાં જ ઈમરાન અને તેની પત્ની બુશરા બીબીના ત્રણ ઓડિયો લીક થયા છે. ઈમરાનની બે મહિલા સાથેની વાતચીત લીક થઈ ગઈ છે. એ એટલી હલકી કક્ષાનું છે કે એને લખવું અશક્ય છે. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે દાવો કર્યો છે કે લીક થયેલી ઓડિયો ટેપ ઈમરાનની છે. આવનારા દિવસોમાં કેટલીક વીડિયો ટેપ પણ લીક થઈ શકે છે. બીજી તરફ ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અત્યારસુધી ઓડિયો ટેપને નકલી ગણાવી રહી છે. પીટીઆઈના સોશિયલ મીડિયા ચીફ અર્શલાન ખાલિદે કહ્યું હતું કે સરકાર ઈમરાનની ઈમેજ ખરાબ કરવા માટે સસ્તી રણનીતિ અપનાવી રહી છે.

·         2018માં પાકિસ્તાનમાં ચૂંટણીમાં જીત મેળવીને પીએમ બનેલા ઈમરાનને એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવને કારણે સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારથી તેમની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં એક રેલીમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો. ત્યાર બાદ તેઓ સરકારી તિજોરીની ભેટ વેચી દેવાના કેસમાં ફસાઈ ગયા. આ પછી ગેરકાયદે સંબંધોથી થયેલી પુત્રીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને પછી વાંધાજનક ઓડિયો ટેપ વાઇરલ થઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post