• Home
  • News
  • પાકિસ્તાને તીડના ઉપદ્રવનો સામનો કરવા રાષ્ટ્રીય આપદા જાહેર કરી, રૂપિયા 7.3 બિલિયનની કાર્ય યોજનાને મંજૂરી આપી
post

પ્રધાનમંત્રી ઈમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચાર પ્રાંતના પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-04 11:29:31

ઈસ્લામાબાદઃ  દાયકામાં સૌથી ગંભીર તીડ આક્રમણનો સામનો કરી રહેલા પાકિસ્તાને રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે. પાકિસ્તાનમાં કૃષિ ઉત્પાદન માટે મુખ્ય વિસ્તાર ગણાતા પંજાબ પ્રાંતમાં તીડના આક્રમણને લીધે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગત શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં પાકિસ્તાનના ચાર પ્રાંતના પ્રધાનો તથા ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં કટોકટીનો અંત લાવવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના (NAP) માટે રૂપિયા 7.3 બિલિયનની ફાળવણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બાબતના પ્રધાન ખુશરો બખ્તિયારે નેશનલ એસેમ્બલીમાં સ્થિતિની ગંભીરતા તેમ કેન્દ્ર તથા પ્રાદેશિક સરકારો દ્વારા કટોકટીના ઉકેલ માટે ભરવામાં આવેલા પગલાં અંગે માહિતી આપી હતી, તેમ સ્થાનિક અખબારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું. બખ્તિયારે ગૃહમાં માહિતી આપી હતી કે ખૈબર પખ્તુનખ્વાહથી પ્રવેશેલા તીડના વિશાળ ઝૂંડો સિંધ અને પંજાબમાં હુમલો કરી રહ્યા છે. વિનાશકારી તીડનો અંત લાવવા માટે આશરે 7.3 બિલિયન રૂપિયાની જરૂર છે. સ્થિતિનો અંત લાવવા માટે રાષ્ટ્રીય આપદા જાહેર કરવામાં આવી છે, ઉપરાંત પાકિસ્તાને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાની જરૂર છે, તેમ તેમણે જણાવ્યું હતું.


તેમણે એવો દાવો કર્યો હતો કે સરકાર કપાસ તથા શિયાળુ પાકને બચાવવા માટે વ્યાપક પ્રમાણમાં કામગીરી કરી છે. પાકિસ્તાનમાં અગાઉ વર્ષ 1993માં પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે તીડના મોટા ઝૂંડ ચોલીસ્તાન સહિત ભારત-પાકિસ્તાન સરહદ પર છે, તે સિંધ અને બલોચીસ્તાનથી ચોલિસ્તાન અને નારામાં પ્રવેશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે થોડા સમય બાદ તીડ ઈરાન તરફ જતા હોય છે, પરંતુ વખતે પાકિસ્તાનમાં નીચા તાપમાનને લીધે તીડ અહી રહ્યા છે.

 


 

adv

Related News

post
post
post
post
post
post
post