• Home
  • News
  • હંદવાડા એન્કાઉન્ટર બાદ પાકિસ્તાને તેની સરહદમાં F-16 અને JF-17 લડાકુ વિમાનોનું પેટ્રોલિંગ વધારી દીધુ
post

પાકિસ્તાનને લાગે છે કે ભારત બાલાકોટ અને સર્જીકલ સ્ટ્રાઈકની માફક જવાબી કાર્યવાહી કરી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 12:01:55

નવી દિલ્હી: હંદવાડા (કાશ્મીર) આતંકવાદી એન્કાઉન્ટર બાદ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાની એરફોર્સ તેની સરહદની અંદર સાવધાન થઈ ગઈ છે અને સતત પેટ્રોલિંગ કરી રહી છે. સરકારના ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સેનાના F-16 અને JF 17 લડાકુ વિમાન સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ભારતીય સેના પણ તેની સર્વિલન્સ સિસ્ટમ પર નજર રાખી રહી છે. 2,મેના રોજ થયેલા એન્કાઉન્ટરમાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત 5 જવાન શહીદ થઈ ગયા હતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, જેનો અર્થ એવો નિકળે છે કે તે એવું માનીને ચાલી રહ્યું છે કે હંદવાદા એન્કાઉન્ટર અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ બાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉરી અને પુલવામા હુમલા જેવા આતંકવાદી હુમલા બાદ ભારતે PoKમાં મોટી કાર્યવાહી કરી હતી. પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પને નિશાન બનાવ્યો હતો. ઉરી હુમલા બાદ આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

હંદવાડા એન્કાઉન્ટરમાં કર્નલ આશુતોષ સહિત 5 જવાન શહીદ થયા હતા

હંદવાદામાં 3 મેની રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં સેનાની 21મી રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત 5 જવાન શહીદ થયા હતા. આ અથડામણમાં સેનાએ બે આતંકવાદીને પણ ઠાર કર્યા હતા. તે પૈકી એક લસ્કર-એ-તોઈબાનો ટોપ કમાન્ડર હૈદરનો પણ સમાવેશ થતો હતો.
આ વર્ષે અત્યાર સુધીમાં 62 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે

આ વર્ષ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં થયેલી અથડામણમાં 62થી વધારે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન આતંકવાદીઓ તરફથી સતત ઘુસણખોરી કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post