• Home
  • News
  • પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાને કહ્યું- આ ઘટના માટે પાયલટ જવાબદાર, તે કોરોના અંગે ચર્ચા કરવામાં વ્યસ્ત હતો
post

PIAનું વિમાન કરાચીના જીન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક 22 મેના રોજ તૂટી પડ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:31:42

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના કરાચીમાં 22 મેના રોજ જે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેને લગતો એક તપાસ અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ રજૂ કરતા ઉડ્ડયન પ્રધાન ગુલામ સરવર ખાને કહ્યું કે વિમાનમાં કોઈ જ તકનિકી ખામી ન હતી. આ દુર્ઘટના માટે પાયલટ, કેબિન ક્રૂ અને ATC જવાબદાર છે. દુર્ઘટના સર્જાઈ તે અગાઉ પાયલટ કોરોના વાઈરસ અંગે ચર્ચા કરતો હતો. તેનું રેકોર્ડિંગ અમારી પાસે છે. કરાચી પ્લેન ક્રેશમાં 8 કેબિન ક્રૂ સહિત 97 લોકોના મોત થયા હતા અને 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. સરવરે પાકિસ્તાન એરલાયન્સ (PIA) અંગે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અમારી સરકારી એરલાઈન્સમાં 40 ટકા પાયલટ પાસે બનાવટી લાઈસન્સ છે.

વધારે પડતા આત્મવિશ્વાસમાં હતો પાયલટ-અહેવાલ
સરવરે કહ્યું કે પાયલટ વધારે પડતા આત્મવિશ્વાસમાં હતો. તેણે વિમાન પર પૂરતું ધ્યાન આપ્યું નહીં. ATCએ તેને પ્લેનની ઉંચાઈ વધારવા કહ્યું. જવાબમાં એક પાયલટે કહ્યું કે બધી સ્થિતિને સંભાળી લઈશું. સમગ્ર ફ્લાઈટ સમયે બન્ને બન્ને પાયલટ કોરોના વાઈરસથી પરિવારને કેવી રીતે બચાવવો તે અંગે વાતચીત કરી રહ્યા હતા.

પ્લેને ત્રણ વખત રન-વેને સ્પર્શ કર્યો હતો
પ્રાથમિક તપાસ રજૂ કરતા સરવરે કહ્યું કે આ દુર્ઘટના માટે જે જવાબદાર છે તેમને માફ નહીં કરવામાં આવે. પાયલટ્સે ત્રણ વખત લેન્ડિંગ ગિયર ખોલ્યા વગર ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. તેને લીધે વિમાનનું એન્જીન ખરાબ થઈ ગયું. બાદમાં વિમાન તૂટી પડ્યું. અમારી પાસે પાયલટ્સ અને ATCની વાતચીતનો સમગ્ર રેકોર્ડ છે. હું પોતે તે સાંભળી ચુક્યો છું.

પાયલટની ભરતીમાં રાજકીય દરમિયાનગીરી
સરવરે જણાવ્યુંએ આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે કે અમારી સરકારી એરલાઈન્સમાં 40 ટકા એવા પાયલટ છે કે જે બનાવટી લાઈસન્સથી વિમાન ઉડાવી રહ્યા છે. આ લોકોએ કોઈ જ પરીક્ષા આપી નથી અને ન તો તેમની પાસે વિમાન ઉડાવવાનો પૂરતો અનુભવ છે. તેમની ભર્તીમાં રાજકીય દરમિયાનગીરી થાય છે. આ પ્રકારના 4 પાયલટ્સની ડિગ્રી પણ બનાવતી જોવા મળી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post