• Home
  • News
  • પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશી ચીનના પ્રવાસે રવાના, સાઉદી પાસેથી મદદ નહીં મળે તો ચીન સમક્ષ ઝોળી ફેલાવશે
post

ઇમરાને કહ્યું- સાઉદી સાથે અમારા સંબંધો હજુ પણ સારા, અમે સંપર્કમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:58:32

સાઉદી અરેબિયામાં ફજેતી થયા બાદ પાક. હવે ચીન પાસેથી મદદ માગવા જઇ રહ્યું છે. પાક.ના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી ગુરુવારે ચીન-પાક. વિદેશમંત્રીઓની બીજા તબક્કાની વ્યૂહાત્મક મંત્રણામાં ભાગ લેવા ચીનના 2 દિવસના પ્રવાસે રવાના થયા. તે પહેલાં જારી એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું કે તેઓ ચીનના ખૂબ મહત્ત્વના પ્રવાસે જઇ રહ્યા છે અને તે પહેલાં વડાપ્રધાન ઇમરાન ખાન સાથે તેમની ચર્ચા થઇ. ડૉનના રિપોર્ટ મુજબ, કુરેશીએ કહ્યું કે હું ચીનના ખૂબ મહત્ત્વના પ્રવાસે જઇ રહ્યો છું. મને આશા છે કે વિદેશમંત્રી વાંગ યી સાથેની મારી મુલાકાત બંને દેશ માટે ફાયદાકારક સાબિત થશે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી પાક.ના રાજકારણમાં હોબાળો મચ્યો છે, જેનું કારણ કુરેશી જ છે. તેમણે ઓઆઇસી તથા સાઉદી વિરુદ્ધ નિવેદન આપ્યાં હતાં, જેના કારણે હવે સાઉદીએ મદદથી હાથ અધ્ધર કરી લીધા છે. બીજી તરફ પાક. સૈન્યના વડા જનરલ બાજવાએ રિયાધનો પ્રવાસ કર્યા બાદ ઇમરાને એવું નિવેદન કર્યું હતું કે બંને દેશ વચ્ચેના સંબંધો હજુ પણ ઘણા સારા છે અને અમે એકબીજાના સંપર્કમાં છીએ. જોકે, સાઉદી પ્રિન્સે બાજવા સાથે મુલાકાત માટે સમય આપ્યો નહોતો.

તાઇવાનના સરકારી ઇમેલ એકાઉન્ટ ચીને હેક કર્યા
ચીન કોઇ પણ પડોશીને શાંતિથી રહેવા નથી દેતું. હવે તાઇવાન સરકારના અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે તેમનાં 6 હજારથી વધુ ઇમેલ એકાઉન્ટ્સ ચીન દ્વારા હેક કરી દેવાયાં છે. તાઇવાનના ટોચના સાઇબર અધિકારીએ કહ્યું કે આ હેકિંગ દ્વારા ભારે નુકસાન પહોંચાડાયું છે. અમેરિકી સ્વાસ્થ્ય મંત્રીના તાઇવાન પ્રવાસ બાદ ચીન રોષે ભરાયેલું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post