• Home
  • News
  • પાકિસ્તાનની નાપાક હરકત:કચ્છની સરહદથી માત્ર 130 કિમી દૂર ચાર વર્ષમાં જ અત્યાધુનિક એરબેઝ તૈયાર કર્યું, નવી સેટેલાઇટ તસવીરો બહાર આવી
post

તાજેતરમાં ચીન સાથે થયેલા યુદ્ધ અભ્યાસ બાદ સિંધના ભોલારી એરબેઝ પર અનેક સુવિધાઓ વધારાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-05 10:13:18

આર્થિક રીતે દેવાળું ફૂંકવા સુધીની સ્થિતિમાં આવી ગયેલું પાકિસ્તાન લશ્કરીક્ષેત્રે વધુ ને વધુ ખર્ચ કરી રહ્યું છે. ભારતની બરાબર થવાના દિવાસ્વપ્નમાં તે દેવું લઇને પણ સામરિક સાધનો વસાવવાની સાથે પોતાની સરહદો પર આધુનિક માળખાકીય સુવિધા ઊભી કરી રહ્યું છે. ખાસ કરીને કચ્છની બોર્ડર પર છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાકિસ્તાન સતત સુવિધા વધારી રહ્યું છે, જેને પગલે ભારતીય એજન્સીઓ પણ સતર્ક છે. કચ્છની સામે સિંઘના ભોલારી એરબેઝમાં તાજેતરમાં ચીન સાથે પાકિસ્તાનના થયેલા યુદ્ધ અભ્યાસ બાદ નવી સેટેલાઇટ તસવીરો બહાર આવી છે.

એક સમયે સિંધમાં પાકિસ્તાન સેના કે રેન્જર્સ માટે ખાસ કોઇ સુવિધા વધારતું ન હતું. કચ્છની બોર્ડર પર ખાસ કોઇ ધ્યાન આપવામાં આવતું ન હતું, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી કચ્છની સામેપાર સિંધમાં ચીનની મદદથી પાકિસ્તાન લશ્કરી સુવિધા સતત વધારી રહ્યું છે. કચ્છની ઉત્તરીય સરહદની સામે માત્ર 130 કિમી દૂર સિંધના થટ્ટા જિલ્લામાં ભોલારી પાસે પાકિસ્તાને બનાવેલા અત્યાધુનિક એરબેઝની નવી સેટેલાઇટ તસવીરો બહાર આવી છે. ડિસેમ્બરમાં જ અહીં પાકિસ્તાને ચીન સાથે શાહીન 11 યુદ્ધ અભ્યાસ કર્યો હતો, જેને કારણે યુદ્ધના ધોરણે અહીં સુવિધાઓ વધારવામાં આવી હતી.

નવી સેટેલાઇટ તસવીરોમાં એરબેઝ પર નવાં બંકરો, રડાર, રન વે તથા નવી ઇમારતો દેખાઇ રહ્યાં છે. ખાસ તો ડિસેમ્બરમાં જ અહીં યુદ્ધ અભ્યાસ હોવાથી ફાઇટર જેટ પર આ એરબેઝ પર સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. ચોંકાવનારી વાતે એ છે કે પાકિસ્તાને માત્ર ચાર વર્ષમાં આ એરબેઝ તૈયાર કરી દીધું છે, જેમાં ચીનની મદદ વગર આ શક્ય લાગતું નથી. વર્ષ 2016ની સેટેલાઇટ તસવીરોમાં અહીં એરબેઝનું નામો નિશાન ન હતું, જ્યારે ડિસેમ્બર 2020ની સેટેલાઇટ તસવીરોમાં આધુનિક એરબેઝ જોઇ શકાય છે. કચ્છથી માત્ર 130 કિમી જ દૂર હોવાથી ભારત પર જોખમ વધ્યું છે. જોકે કચ્છમાં ભુજ અને નલિયા એરબેઝ પર તહેનાત ભારતની વાયુસેના પાકિસ્તાન તરફથી કોઇપણ કાંકરીચાળાને બે ગણી તાકાતથી જવાબ આપવા સક્ષમ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post