• Home
  • News
  • પાકિસ્તાને સાઉદી અરબ અને તુર્કીને પોતાના પરમાણુ બોમ્બ વેચવા જોઈએ, ભારત વિરોધી રાજકીય વિશ્લેષક ઝૈદ હમીદનુ સૂચન
post

હમિદે કહ્યુ છે કે, પાકિસ્તાને પોતાના ન્યુક્લિયર બોમ્બ સાઉદી અરબ અને તુર્કીને વેચવા જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-06 17:04:31

ઈસ્લામાબાદ: પાકિસ્તાન દેવાળિયુ જાહેર થવાના આરે છે અને આ સ્થિતિને ટાળવા માટે પાકિસ્તાન દુનિયાભરમાં નાણાકીય મદદ કરવા આજીજીઓ કરી રહ્યુ છે. વિષમ આર્થિક પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના નિકટના મનાતા રાજકીય વિશ્લેષક અને ભારતના કટ્ટર વિરોધી એવા ઝૈદ હમિદે એવુ સૂચન કર્યુ છે કે, આખી દુનિયાના કાન સરવા થઈ ગયા છે.

હમિદે કહ્યુ છે કે, પાકિસ્તાને પોતાના ન્યુક્લિયર બોમ્બ સાઉદી અરબ અને તુર્કીને વેચવા જોઈએ.જો સાઉદી અરબ અને તુર્કીને પાંચ-પાંચ પરમાણુ બોમ્બ પણ પાકિસ્તાન વેચે તો બંને દેશો 50 અબજ ડોલર તો એક જ કલાકમાં આપી દેશે.

ભારતમાં ગઝવા એ હિન્દની છાશવારે ધમકી આપનારા હમિદનુ નામ દુનિયાના 500 પ્રભાવશાળી મુસ્લિમોના લિસ્ટમાં પણ છે.હમિદે કહ્યુ હતુ કે, પાકિસ્તાને પરમાણુ બોમ્બની ટેકનિક ચોરી કરીને મેળવી હતી.દુનિયા પાકિસ્તાને પરમાણુ બોમ્બ વેચતા રોકી શકે નહીં.કારણ કે આપણે પરમાણુ બોમ્બનો પ્રસાર રોકતી આંતરરાષ્ટ્રીય સંધિ પર સહી કરી નથી.પાકિસ્તાને સંતાઈને અણુબોમ્બ બનાવ્યો છે.પાકિસ્તાન પાસે લિબિયા અને ઈરાન પણ બોમ્બ બનાવવાની ટેકનિક માંગતા હતા.

તેણે કહ્યુ હતુ કે, ન્યુક્લિયર હથિયારો વેચવા માટે નક્કર નીતિ બનાવવામાં આવે તો પાકિસ્તાનને લોન લેવની જરુર નહીં પડે.પાકિસ્તાન પોતાની ઘોરી અને ગઝનવી મિસાઈલ્સ પણ બીજા દેશોને વેચી શકે છે.ભારત પણ બીજા દેશોને મિસાઈલ વેચી રહ્યુ છે.

હમિદે ધમકી આપતા કહ્યુ હતુ કે, પાકિસ્તાન પર લોન ચુકવવા માટે દબાણ કરવામાં આવશે તો પાકિસ્તાન પાસે પોતાના મિત્ર દેશોને પરમાણુ બોમ્બ વેચ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે.

 

adv

Related News

post
post
post
post
post
post
post