• Home
  • News
  • સરહદ પર તણાવ ચરમસીમાએ:ભારતના આક્રમક વલણથી ચીનમાં ગભરાટ, લોકોને કહ્યું- યુદ્ધ લડીશું
post

લદાખમાં તણાવ ચરમસીમાએ, PLAએ બોમ્બર તહેનાત કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 12:18:50

ભારતના આક્રમક વલણને લીધે ચીન બેકફૂટ પર છે. તે ગભરાઈ ગયું છે અને હવે પોતાના જ લોકોને સમજાવવા પ્રયાસ કરી રહ્યું છે કે તેની સેના યુદ્ધ લડી શકે છે. તેનો ગભરાટ સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલમાં દેખાઈ આવે છે. રિપોર્ટના હવાલાથી લોકોને ચીન સમજાવવા પ્રયાસ કરી રહ્યું છે કે તેણે ભારતની સાથે યુદ્ધ કરવાથી ફાયદો થશે. બીજી બાજુ સરહદે ચીન તેની હરકતો બંધ કરી રહ્યું નથી.

સૂત્રોએ બુધવારે જણાવ્યું કે ભારતનું એલએસી નજીક પેંગોંગ સરોવરની દક્ષિણે વર્ચસ્વ છે. તેના જવાબમાં સરોવરની ઉત્તરે ચીનના સૈનિકો ફિંગર-4 સુધી આવી ગયા છે અને ત્યાંથી લઈને ફિંગર-8 સુધી અનેક સ્ટ્રક્ચર બનાવી લીધા. 7 સપ્ટેમ્બરે દક્ષિણ કિનારે અથડામણના તાત્કાલિક પછી ચીન તરફથી આ હિલચાલ સામે આવી હતી.

ચાલબાજી : દેશભરમાંથી સેના બોલાવી, યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે
ગ્લોબલ ટાઈમ્સે સુરક્ષા વિશ્લેષકોના હવાલાથી દાવો કર્યો હતો કે પીએલએએ સૈનિકો અને ભારે હથિયારોની તહેનાતી વધારી છે અને તેમની સાથે યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. અખબાર અનુસાર એરડિફેન્સ, સશસ્ત્ર વાહન, પેરાટ્રૂપર, સ્પેશ્યિલ ફોર્સ અને ઈન્ફન્ટ્રીને દેશભરના હિસ્સાથી બોલાવી આ ક્ષેત્રમાં લગાવાઈ છે. સેનાના સેન્ટ્રલ થિયેટર કમાન્ડ એરફોર્સના એચ-6 બોમ્બર અને વાય-20 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ટ્રેનિંગ મિશન માટે અહીં તહેનાત કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post