• Home
  • News
  • પરિણીતી-રાઘવ ચઢ્ઢા આ મહિને સગાઈ કરશે!:13 મેના રોજ નવી દિલ્હીમાં ફંક્શન યોજાશે, છતાં બંનેએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી
post

પરિણીતીનું નામ ફિલ્મ ડિરેક્ટર મનીષ શર્મા સાથે જોડાયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-02 18:13:20

અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી, પરંતુ અહેવાલો અનુસાર, બંને ટૂંક સમયમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ 13 મેના રોજ નવી દિલ્હીમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. અગાઉ એવી ખબર આવી હતી કે, બંને ગયા મહિને 10 એપ્રિલના રોજ સગાઈ કરવાના હતા.

તેઓ લંચ ડેટ પર સાથે જોવા મળ્યા બાદ ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ડેટિંગની અફવાઓ વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, બંને આ મહિનાની 13 તારીખે નવી દિલ્હીમાં સગાઈ કરવા જઈ રહ્યાં છે. ગયા મહિને જ્યારે પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ `સિટાડેલ'ના પ્રમોશન માટે ભારત આવી હતી, ત્યારે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે, પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ એ જ સમય દરમિયાન થશે. જો કે, એવું બન્યું ન હતું.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને મુંબઈમાં પરિણીતી અને રાઘવ લંચ ડેટ પર સાથે જોવા મળ્યાં હતાં ત્યારથી જ બંનેના ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી.

આપ સાંસદ સંજીવ અરોરાએ સંબંધો પર સૌપ્રથમ મહોર મારી હતી
28
માર્ચે, સવારે 11:45 વાગ્યે, આપના સાંસદ સંજીવ અરોરાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે પરિણીતી અને રાઘવનો ફોટો શેર કર્યો અને લખ્યું, 'હું તમને બંનેને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે, તમારું બંધન પ્રેમ અને આનંદથી ભરેલું હોય. મારી શુભકામનાઓ તમારી સાથે છે.'

સંજીવની પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને કપલને અભિનંદન પણ આપી રહ્યા હતા.

સિંગર હાર્ડી સંધુએ પણ રાઘવ અને પરિણીતીને અભિનંદન પાઠવ્યા હતા
સિંગર હાર્ડી સંધુએ પણ રાઘવ અને પરિણીતીના સંબંધો પર મહોર મારી હતી. ઉપરંતા તેમણે એક ઈન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે, પરિણીતી હવે લાઈફમાં સેટલ થવા જઈ રહી છે.આ માટે તેણે પરિણીતીને ફોન કોલ દ્વારા અભિનંદન પણ આપ્યા છે.

રાઘવ અને પરિણીતીએ સાથે લંચ કર્યું હતું
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રાઘવ અને પરિણીતી લાંબા સમયથી પ્રેમમાં છે અને તેમનાં પરિવારજનો પણ આ સંબંધ માટે સંમત છે. ગયા મહિને બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યાં હતાં. બંનેએ સાથે લંચ કર્યું, ત્યાર પછી તેમના સંબંધોના સમાચાર ચર્ચામાં આવ્યા.

રાઘવ-પરિણીતી એચિવર્સ એવોર્ડ સમારોહમાં એકબીજાને મળ્યાં હતાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતી ઈંગ્લેન્ડમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને ઓળખે છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, જ્યારે રાઘવે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી અને રાઘવને ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ એચિવર્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યાં હતાં. આ ઈવેન્ટમાં બંને પહેલીવાર મળ્યાં હતાં. આ કાર્યક્રમ બ્રિટિશ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીના સન્માન માટે યોજાયો હતો

પરિણીતીનું નામ ફિલ્મ ડિરેક્ટર મનીષ શર્મા સાથે જોડાયું છે
પરિણીતીનું નામ પહેલાથી જ ફિલ્મ ડિરેક્ટર મનીષ શર્મા સાથે જોડાઈ ચૂક્યું છે. પરિણીતીએ મનીષ શર્મા દિગ્દર્શિત ફિલ્મ 'લેડીઝ વર્સિસ રિકી બહેલ'થી ડેબ્યૂ કર્યું હતું. મનીષ શર્માએ 'શુદ્ધ દેશી રોમાન્સ', 'ફેન' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી અને મનીષના અલગ થયાને એક વર્ષ થઈ ગયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post