• Home
  • News
  • Parliament Session: લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં હંગામાનો ઉલ્લેખ કરી ભાવુક થયા વેંકૈયા નાયડૂ
post

19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર 13 ઓગસ્ટે પૂરુ થવાનું છે. પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-11 11:55:29

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ જ્યારથી સત્ર શરૂ થયું છે, ત્યારથી સંસદમાં દરરોજ હંગામો જોવા મળી રહ્યો છે. વિપક્ષ પેગાસસ જાસૂસી, મોંઘવારી અને કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યું છે. 19 જુલાઈથી શરૂ થયેલું સંસદનું સત્ર 13 ઓગસ્ટે પૂરુ થવાનું છે. પરંતુ આ પહેલા લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભામાં મંગળવારે ઓબીસી સંશોધન બિલ પાસ થયા બાદ લોકસભાને સ્થગિત કરી દેવામાં આવી છે. 

લોકસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત
જ્યારથી સત્ર શરૂ થયું ત્યારથી દરરોજ ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. કામકાજ દરમિયાન અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. મંગળવારે સરકારે ઓબીસી સંશોધન બિલ લોકસભામાંથી પાસ કરાવી લીધું હતું. આ બિલનું વિપક્ષી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું હતું. હવે બુધવારે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે લોકસભાનું આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું, પરંતુ હવે બે દિવસ પહેલા જ લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

રાજ્યસભામાં ભાવુક થયા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ
રાજ્યસભામાં આજે સભાપતિ વેંકૈયાએ નાયડૂ ગઈકાલે સંસદમાં થયેલા હંગામાની નિંદા કરી છે. તેમણે કહ્યુ કે, વિપક્ષના કોઈપણ સભ્ય સરકારને મજબૂર ન કરી શકે કે તેણે શું કરવાનું છે અને શું નહીં. સભાપતિ વેંકૈયા નાયડૂએ મંગળવારની ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યુ હતું. સભાપતિ પોતાનું દુખ જાહેર કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ ગૃહની મર્યાદા ભૂલી ગયું છે, આવી ઘટના બીજીવાર ન થવી જોઈએ. 

રાજ્યસભામાં હંગામો કરનાર સાંસદો વિરુદ્ધ પગલા ભરાશે
રાજ્યસભામાં મંગળવારે કૃષિ કાયદાની વિરુદ્ધ વિપક્ષી સાંસદોએ ખુબ હંગામો કર્યો હતો. કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ટેબલ પર ચઢી ગયા છે. આ મુદ્દા પર સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે કહ્યુ કે, જે લોકોએ રાજ્યસભામાં હંગામો કર્યો હતો, તેના વિરુદ્ધ કાર્યવાહીને લઈને વિચાર ચાલી રહ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post