• Home
  • News
  • લોકો જરૂરી કામોમાં અખબાર ખરીદીને સામેલ કરે: બ્રિટન, સાંસ્કૃતિક મંત્રીની લોકોને અપીલ
post

દેશની 100 મોટી બ્રાન્ડને અખબારોને જાહેરાત આપવાનું ચાલુ રાખવા અપીલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 09:44:39

લંડન: બ્રિટનના સાંસ્કૃતિક મંત્રી ઓલિવર ડાઉડેને પોતાના દેશના લોકોને અખબાર ખરીદવાની અપીલ કરી છે. બ્રિટિશમંત્રીએ દેશભરના લોકોને આગ્રહ કર્યો કે તેઓ કોરોના સંકટના આ દોરમાં કયા કામો કરવા છે એ યાદીમાં અખબાર ખરીદવાનું પણ ઉમેરી લે. ઈન્ડિપેન્ડેન્ટ અખબારના અહેવાલ મુજબ ડાઉડેને કહ્યું કે કોરોનાની આ મહામારી પ્રેસના ઈતિહાસમાં અનેક પરંપરાઓનું અસ્તિત્વ મિટાવવા અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ બનીને સામે આવી છે. તેમણે કહ્યું કે આ દોરમાં રાષ્ટ્રીય તથા પ્રાદેશિક અખબારોમાં મહેસૂલી આવક અને સર્ક્યુલેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હર્ટ્સમિયર ક્ષેત્રના સાંસદ ડાઉડેને એક અખબારમાં લખ્યું કે બ્રિટિશ મીડિયા આ દેશની મિશ્ર સંસ્કૃતિનું હૃદય છે. લોકો કોરોનાનો સામનો કરવા એકજૂટ થઇ રહ્યાં છે. એવામાં તેમણે જે કામ કરવા છે તે યાદીમાં અખબાર ખરીદવાનું પણ સામેલ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે મેં દેશની 100 મોટી બ્રાન્ડને આગ્રહ કર્યો છે કે તે અખબારોને જાહેરાતો આપવાનું બંધ ન કરે. ડાઉડેને લખ્યું છે કે રાષ્ટ્રીય ક્ષેત્રીય અને સ્થાનિક અખબારો અને તેમની વેબસાઈટ જાહેરાતો ઘટવાથી આર્થિક દબાણ હેઠળ છે.

adv

Related News

post
post
post
post
post
post
post